SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી શ્રીપાલ કથા તેમની સામે આવ્યેા. પછી શણગારેલા થાણા નગરમાં કુમારના મોટા પ્રવેશ મહેાત્સવ કર્યો. - રાજમહેલમાં લઇ જઇને ભાજન તથા વસ્ત્ર વગેરેથી કુમારની સેવા – ચાકરી – કરીને, રાજા ઘણા સન્માનપૂર્વક કુમારને આ પ્રમાણે કહેવા લાગ્યા: ‘પહેલાં મારી સભામાં એક નિમિત્તશાસ્ત્રના જાણકાર આબ્યા હતા. તેને મે પૂછ્યું હતું કે મારી મદનમ ંજરી નામની પુત્રીનેા કાણુ પતિ થશે ત્યારે તેણે એમ કહ્યું હતું કે વૈશાખ સુદ દશમના દિવસે સમુદ્ર કિનારા પરના વનમાં નિશ્ચલ છાયાવાળા વૃક્ષની નીચે જે માણસ હશે, તે આ તમારી પુત્રીને પતિ થશે હું વત્સ ! તેના કહેવા પ્રમાણે જ આજે મારા પુણ્યના ઉદ્દયથી તું મને મળી આવ્યા છું, માટે મારી આ મદનમાંજરી નામની પુત્રીની સાથે તું લગ્ન કર.” એમ કહી રાજાએ મેટી ધામધૂમપૂર્વક શ્રીપાલની સાથે પેાતાની મદનમંજરી નામની પુત્રીનું લગ્ન કર્યું, અને કન્યાદાનમાં ઘણા ઉત્તમ ઘેાડાઓ, હાથીએ, મણિ તથા કચન વગેરે આપ્યું, પછી તે શ્રીપાલકુમાર રાજાએ આપેલા મહેલમાં રાજકુમારી મદનમ ંજરી સાથે સંસારિક સુખા દેવની માફ્ક ભાગવે છે, કારણ કે પુણ્યથી જ સુખાની પ્રાપ્તિ થાય છે. રાજાએ શ્રીપાલને દેશ, વાસ તથા ગામ વગેરેનું આધિપત્ય આપવા માંડ્યું, પરંતુ શ્રીપાલે તે લેવાની ઈચ્છા નહિ કરતાં, માત્ર એક સ્થગિધરપણું માગી લીધું. એટલે રાજા જેના ઊપર પ્રસન્ન થાય તેમને પાનનું બીડું તેમની પાસેથી અપાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy