________________
૧૩૬
શ્રી શ્રીપાલ કથા ભયંકર વિપાકને ઉત્પન્ન કરવાવાળું છે. ઉત્તમ પુરુષોએ અન્યની સ્ત્રીને સંગ પણ નિંદનીય ગણે છે, ત્યારે પિતાના સ્વામીની સ્ત્રીની ઈરછા કરવી, તે તે શેષનાગના શિર પર રહેલે મણિ લેવાની ઈચ્છા કરવા જેવું છે ( જૂઓ ચિત્ર ૯૯).
કેઈ બીજાના પ્રાણને દ્રોહ કરે તે પણ દુનિયામાં વ્યાજબી નથી, તો પછી પિતાના સ્વામીને પ્રાણ લેવાને પ્રયત્ન કરે, તે ખરેખર! નરકના કારણરૂપ છે. તમે તમારા મનમાં આ વિચાર કરીને પાપ કરવાનું શી રીતે ચિંતવ્યું? વળી, કદાચ ચિંતવ્યું છે તે તમારી જીભથી અમને કહી શકાયું પણ શી રીતે ? અત્યારસુધી તમે અમારા સ્વામી અને મિત્ર હતા, પરંતુ તમે આવે અસંગત વિચાર કર્યો છે, તેથી તમે અમારા શત્રુ છે. તમારા વહાણે ચલાવી આપ્યાં, તમને મહાકાલરાજા પાસેથી બાંધેલા છોડાવ્યા, અને વિદ્યાધરરાજા પાસેથી બંધનમુક્ત કરાવ્યા, તે બધું શું તમે ભૂલી ગયા? આવી રીતે ઉપકાર કરનારનો જે માણસ દ્રોહ કરે છે, તે ખરેખર ! દુનેને શિરોમણિ કહેવાય છે.
મલીન, વાંકી ગતિવાળા, પરછિદ્ર જેવામાં રક્ત, ભયંકર તથા ડંખ દેવાવાળા સર્પ જેવા દુર્જને દૂધ પાઈ લાડ લડાવનારને – ઉછેરનારને–પણ મારી નાખે છે. પ્રગટ રીતે કુશીલ અંગવાળા, તથા કડવા મુખવાળા તથા નેહની અવગણના કરનારા, મલીન અને ક્રૂર સ્વભાવવાળા ખલ પુરુષે જવરની માફક કાણે તાપ કરનારા થતા નથી ? વળી, દુર્જનરૂપી કુતરાઓ કડવા શબ્દો બોલે છે, છાનામાના સુધી સુંઘીને ઝેર સહિત ડંખ દે છે, આવી રીતે પારકાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org