________________
શ્રી શ્રીપાલ કા
પછી શ્રીપાલકુમાર પણ પ્રભુને નમન કરીને, તથા પ્રભુની નિર્માલ્ય એવી ફૂલ વગેરેની શેષાને મસ્તર્ક ચડાવીને; અહારના મડપમાં આવીને હસ્તવદનથી રાજાને પ્રણામ કરે છે.
૧૪
રાજા પણ કુમારની પ્રશંસા કરીને કહેવા લાગ્યા કે - હે વત્સ ! જેવી રીતે તમેાએ દેરાસરના ગભારાનાં દરવાજા ઉઘાડચા, તેવી રીતે તમારૂ ચરિત્ર પણ અમારી પાસે
પ્રગટ કરો.’
શ્રીપાલકુમાર વિચાર કરવા લાગ્યા કે ‘ ઉત્તમ પુરુષા પેાતાનું નામ પણ પાતે કહેતા નથી, તેા હું મારૂં ચરિત્ર કેવી રીતે કહું ' આ પ્રમાણે વિચાર કરીને શ્રીપાલ મૌન ધરી રહ્યા.
તે વખતે એક ચારણમુનિ ત્યાં પધાર્યાં. તેએ પ્રભુને વંદન કરીને જેવા ખેડા, તેવામાં રાજા વગેરે તેને વંદન કરીને ધર્મોપદેશ સાંભળવા બેઠા. તે ચારણમુનિ ધર્મોપદેશ શ્વેતા ખેલ્યા કે: ‘હે મહાનુભાવા ! જો તમે આલેક અને પરલેાકમાં કલ્યાણની ઈચ્છા રાખતા હાતા શ્રી જિનેશ્વરદેવાએ કહેલા ધર્મ કા. જિનેશ્વરદેવાએ ત્રણ તત્ત્વને આરાધવારૂપ મનેહર ધર્મ કહે છે; અને દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ જાણવાં,
- તે દરેકના અનુક્રમે બે, ત્રણ અને ચાર ભેદ છે. તેમાં દેવ તત્ત્વના અરિહંત અને સિદ્ધ એમ બે ભેદ છે. ગુરુતત્ત્વના આચાર્ય, ઉપાધ્યાય અને સુસાધુ એમ ત્રણ ભેદો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ધર્માંના ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org