________________
જિનશાસનને જય જયકાર
જોઈને, પુણ્યપાલે આવીને ચરણમાં નમન કરીને કહ્યું કે
મહારાજ! મારી હવેલીમાં પધારીને જમાઈનું રૂપ જૂઓ. તેમજ ગુરૂકૃપાના ફલરૂપ શ્રીસિદ્ધચક્રજી મહારાજની સેવા ફળી છે, તે વૃત્તાંતથી પણ વાકેફ થાઓ.”
આ સાંભળીને મનમાં આશ્ચર્ય પામેલે રાજા મહે. લમાં આવ્યું. રાજાએ મહેલમાં જઈને ચોકસાઈથી જોયું તે, નિશાનીઓ અને ચહેરા ઉપરથી તેણે ખાત્રી થઈ કે આ તે જ ઉંબરરાણે જ છે કે જેની સાથે મેં અહંકારરૂપી સપના ઝેરથી મૂછિત થઈને મયણાને પરણાવી હતી. શ્રીપાલકુમારે તથા મયણાસુંદરીએ રાજા પ્રજાપાલને પ્રણામ કર્યા.
રાજા પ્રજાપાલ શરમાઈને કહેવા લાગે કેઃ “નિવે. વિકી એવા મને ધિક્કાર છે, કે જેણે આવું અકાર્ય કર્યું. હે વત્સ! તને ધન્યવાદ ઘટે છે, તું પુણ્યશાલી અને વિવેકી છે; તું વિચારશીલા છું, કે જેણીનું આવું ઉત્તમ સત્ત્વ છે. વળી, તેં મારા કુલનો ઉદ્ધાર કર્યો છે, તથા માતાપિતાને પણ ઉદ્ધાર કર્યો છે. જૈનધર્મને પણ તારાથી ઉદ્ધાર થયો છે એવી તને એકલીને ધન્યવાદ ઘટે છે.
“વળી, હે વત્સ! અજ્ઞાનરૂપી ઘર અહંકારવાલા તથા ઘણું અહંકારથી નાશ પામેલો છે વિવેક જેને એવા મેં જે તારે અપરાધ કર્યો છે, તે માટે તું મને ક્ષમા આપ!”
આ સાંભળી વિનયથી નગ્ન થએલી મયણાસુંદરીએ કહ્યું કે “હે પિતાજી! આપને દિલગીરી દર્શાવવાની જરૂર નથી. કારણ કે આ બધું મારા કર્મોને લીધે જ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org