________________
શ્રીસનતકુમારની કથા
૭૩
<<
કરી. ત્યાં ભાનુવેગ વિદ્યાધરની આઠ કન્યાઓ પરણ્યા. પછી કુમારને તે વિદ્યાધર વૈતાઢચ પર્વતે લઇ ગયેા. ત્યાં પણ કુમાર ઘણી કન્યાએ પરણ્યા અને સુખેથી ત્યાં રહેવા લાગ્યા. પુણ્યવંત પુરુષ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સુખ પામે છે. ફરીથી પાછા વૈરી ચક્ષે કુમારને ઉપાડીને વનમાં મૂકી દીધેા. ત્યાંથી આગળ ચાલતાં એક મંદિર દીઠું. તે મંદિરની સાતમી ભૂમિએ ચઢ્યો, ત્યારે ત્યાં એક રૂદન કરતી કુમારી દીડી, કુમારે તેને મેલાવીને પૂછ્યું કે હું સુભગે! તું રુદન શા માટે કરે છે?’ ત્યારે કન્યા ખાલી કે હું સુભગ! સાકેતપુર પાટણનો સુરાષ્ટ્ર નામે રાજા છે, તેની સુનંદા નામની હું પુત્રી છું. હું જ્યારે યુવાન થઇ, ત્યારે મારા પિતાએ એવા સંકલ્પ કર્યો કે હું મારી પુત્રીને સનકુમાર સાથે પરણાવીશ. પણ એક દિવસે કાઈક વિદ્યાધરે મને ત્યાંથી અપહરીને અહીં લાવીને મૂકી છે. હવે મારૂં શું થશે??
66 કુમાર ખેલ્યો કે ‘તું ભય રાખીશ નહિ, તે સનકુમાર હું પોતે જ છું.' આ પ્રમાણે વાત કરે છે, એટલામાં તે તે કન્યાને હરણ કરીને લાવનાર વિદ્યાધર પણ ત્યાં આવી પહેચ્યા. તે અને કુમાર વચ્ચે યુદ્ધ થયું. કુમાર જીત્યા અને સુનંદાની સાથે ત્યાં જ લગ્ન કર્યું. વળી જે વિદ્યાધર હાર્યા તેને પણ પ્રથમ કાર્યકમુનિએ કહ્યું હતું કે ‘તું સનત્કુમાર સાથે યુદ્ધમાં હારી જઈશ. અને તારી પુત્રીને પણ તે પતિ થશે.’ તે ઉપરથી પોતાની પુત્રી પણ કુમારને પરણાવી, અને અનેક વિદ્યાએ પણ આપીને વૈતાઢ્ય પર્વત પર લઇ ગયા. ત્યાં શ્રી શાંતીનાથજી વગેરે અનેક જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org