________________
૨ લાકડું મી . ૨ એક મહું લાલ વાતની
૪૦
કથામંજરી-૨ કરવા માટે દરબારમાં બેલા. તેવામાં ફરતા ફરતે એક યોગી શેઠના ઘેર આવ્યા. વહૂઓએ તેને મીઠાઈ વગેરે જમાડી તૃપ્ત કર્યો. એગીએ સંતુષ્ટ થઈને વહૂઓને એક મંત્ર આપે અને કહ્યું કે “તમે કઈ પણ લાકડા ઉપર બેસીને મારો આપેલો આ મંત્ર ભણીને તે લાકડા ઉપર અડદના દાણુ છાંટીને તમારે ક્યાં જવું હોય ત્યાંનું નામ લઈને કહેશે કે અમને તું અમુક સ્થાનકે પહોંચાડ, એટલે તે લાકડું તમને તમારા ઈચ્છિત સ્થાને પહોંચાડશે.” એમ કહીને તે ભેગી ગયે.
પછી ચારે વહૂએ મળીને એક મેટું લાકડું લઈ આવી ને તે ઘરમાં એક બાજુએ રાખી મૂક્યું. પરંતુ તે વાતની સાગર શેઠને ખબર નહતી. હવે સાગર શેઠની પગ ચંપી કરવા માટે એક હજામ આવતું હતું, તેના જેવામાં આ મેટું લાકડું આવ્યું. તે વિચારવા લાગ્યું કે આ લાકડું અહીંથી બીજા સ્થળે ન લઈ જવાય એવડું મોટું છે. વળી તે ઘરની એક બાજુમાં પડ્યું છે, માટે આમાં કાંઈ ચમત્કાર તો નહિ હોય ?
આ વિચારમાં ને વિચારમાં હજામને શેઠની ચંપી કરતાં ઘણે વખત થઈ ગયો. ઘણું રાત વીતી ગયા પછી શેઠને ઉંઘ આવવા લાગી ત્યારે હજામને રજા આપી કે તું જા. હજામ છાનેમાને શેઠના ખાટલાની નીચે સૂઈ ગયો. શેઠે ઘરનાં દરવાજા બંધ કર્યા. શેઠ જ્યારે ભર ઉંઘમાં હતા તે વખતે, ચારે વહૂઓ તે લાકડા ઉપર બેસીને મંત્રના બળથી રત્નદ્વીપમાં જઈ પોતાના મનવાંછિત પૂર્ણ કરીને પાછલી રાત્રિએ પાછી ઘેર આવી ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org