________________
શક્યની કથા
૨૭ મગજમાં હજારે જવાળાઓ સળગે તેવું, અને મસ્તક પર વા પડે તેવું, પ્રધાનનું આ વચન સાંભળીને, તે પુત્રની ખરી માતા હતી તે, કંપાયમાન થતી દુઃખથી આકુળવ્યાકુળ થઈ જઈને બોલી કે –“અરે રાજન્ ! અરે પ્રધાનજી! આ પુત્ર મારે નથી, મારે તેનું કાંઈ પ્રયોજન પણ નથી. મારી આ બીજી બેનને જ તે પુત્ર છે. વળી ઘરની માલિક પણ તે જ છે. હું દૂર રહીને પારકા ઘેર મજુરી કરીને પણ આ પુત્રને જીવતે જોઈ સુખી થઈશ. તેટલા માત્રથી પણ હું મારા આત્માને કૃતકૃત્ય માનીશ. બાકી આ પુત્રના મૃત્યુથી તો આખા જીવલોકનો નાશ થવા જેવું મારા મનમાં લાગી આવે છે.”
બીજી સ્ત્રી તે પ્રધાનને ઉપરોક્ત ન્યાય સાંભળીને કાંઈ પણ બેલી નહિ. એટલે તે દુઃખી થએલી સ્ત્રી તરફ જોઈને પ્રધાન બેલ્યો કે –“આ પહેલી સ્ત્રીને આ પુત્ર છે, બીજીને નથી.”
પછી તે સ્ત્રીને પુત્ર તથા સર્વ ધનની માલિક ઠરાવી, અને બીજીને કાઢી મૂકી.
બુદ્ધિથી સર્વ વસ્તુને ન્યાય થાય છે. બુદ્ધિવાન પાસે કાંઈ પણ છાનું રહી શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org