________________
શહિણીયા ચારની કથા
૯
નીકળીને રાજગૃહ નગર તરફ જતા હતા. રસ્તામાં સમવસરણ દેખી તે ચિંતવવા લાગ્યા કે આ માર્ગે જતાં મારાથી મહાવીર પ્રભુનું વચન જરૂર સંભળાશે, અને તે પિતાની પાસે લીધેલી પ્રતિજ્ઞાના ભંગ થશે; અને જો બીજા રસ્તે થઈને જઇશ તે બહુ જ વખત લાગશે, તેમ ગયા વિના ચાલે તેવું નથી.
તેથી તે પેાતાના બંને કાનમાં આંગળા ઘાલીને, મને પગરખાં હાથમાં લઇને એકદમ દોડવો અને સમવસરણ નજીક આવી પહાંચ્યા કે તેના પગમાં તે જ વખતે કાંટા વાગ્યા. તે કાંટાને પગમાંથી કડ્ડાડવા માટે કાનમાંથી આંગળી કહાડીને નીચે નમ્યા, તે વખતે સર્વ સ ંદેહોનું છેદન કરનારી પ્રભુ શ્રીવીરની અમૃતતુલ્ય એવી વાણી તેના સાંભળવામાં આવી.
તે વખતે પ્રભુ દેવતાના સ્વરૂપનું વર્ણન કરતા કહેતા હતા કે “ દેવાના શ્વાસેાશ્વાસ સુગંધવાળા હાય છે. દેવાનું શરીર વાળ, માંસ, નખ રૂધિર, મૂત્ર તથા વિષ્ટા વગરનું હોવાથી નિર્મલ હોય છે. દેવા એક જ અંતર્મુહૂત્ત માં યુવાન અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે (એ ચિત્ર ૪); વળી તેઓ હમેશાં યુવાન જ હોય છે. અને સવ શરીરે ભૂષણ ધરનારા હોય છે. તેઓની ચક્ષુ બંધ થતી નથી, તેઓના ગળાની માળા કરમાતી નથી; વળી તેઓ જમીનથી ચાર આંગળ અદ્ધર રહેલા હોય છે અને જમીનને અડીને ચાલતાં નથી. ’’
આ શબ્દો ભૂલવા
કાંટા કહાડતી વખતે સાંભળેલા માટે તેને ઘણા પ્રયત્ન કર્યાં, તે પણ તે શબ્દો તે ભૂલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org