________________
કથામંજરી-૨ ચિત્ર સારથિને ગુરુ પધાર્યાની ખબર પડી. ગુરુ મહારાજને ઉતારે આપીને કહ્યું કે-“હે સ્વામી ! રાજા નાસ્તિક છે તેથી તેને ઉપદેશ આપીને ધર્મમાં જોડવાની ખાસ જરૂરત છે. હું કોઈપણ ઉપાય કરીને રાજાને અહીં લાવીશ.”
એક વખત ઘેડા ખેલાવવાને બહાને પ્રદેશી રાજાને ચિત્ર સારથિ કેશકુમાર પાસે તેડી લાવ્યા. ગુરુ મહારાજને નજીકમાં જ વ્યાખ્યાન વાંચતાં જોઈને ચિત્ર સારથિને રાજા કહેવા લાગ્યા કે–“હે સારથિ ! આ ઉઘાડા માથાવાળો સાધુ શું બોલે છે ? તેઓ શું જમીન ઉપર જ રહે છે?”
તે વખતે સારથિએ કહ્યું કે-“હે સ્વામી! ચાલો આપણે જઈને પૂછીએ.”
રાજા પણ ત્યાં જઈ પૂછવા લાગે કે-“હે મૂંડ! શરીરમાં આત્મા તે નથી તે પછી ધર્મનું ફળ કેણું ભોગવે ?”
ગુરુએ કહ્યું કે-“તમારા કહેવા પ્રમાણે નજરે દેખાય તે પ્રમાણ અને નજરે ન દેખાય તે અપ્રમાણ. તે પછી તમારા માતાપિતા પણ નજરે દેખાતાં નથી, માટે અપ્રમાણ જ થયાં?”
રાજા બે કે “જે ધર્મ અધર્માદિક છે, તે મારો પિતા અનેક જીવોને સંહાર કરનાર હિત માટે નરકે ગયે હશે? અને મારી માતા ધર્મિષ્ઠ હતી માટે સ્વર્ગે ગઈ હશે? તે હે ભિક્ષાચર ! હું તે તેને અત્યંત વહાલ પુત્ર હતા, તે તે આવીને મને ધર્મને પ્રતિબોધ આપે તો પરલોક પણ છે, તથા પુણ્ય પાપ પણ છે, ઈત્યાદિ સર્વ વાત હું સત્ય કરીને માનું.”
તે વખતે આચાર્ય બોલ્યા કે “હે રાજન્ ! બંદીવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org