________________
૧૦૮
કથામંજરી-૨ ત્યાં વેશ્યા પણ મનમાં એમ વિચારવા લાગી કે આ અહીંથી જલદી જાય તે સારું. વળી તે જે વ્યાપાર કરતે તેમાં પણ ઘરના નાણ ગુમાવીને જ આવતો બંને સગા ભાઈ હોવા છતાં બંનેના ભાગ્ય એક બીજાથી વિપરીત હતા.
એક વખત કઈ જ્ઞાની ગુરુ ઉદ્યાનમાં આવ્યા. દેવપાલ શેઠ બંને પુત્રને સાથે લઈને વંદન કરવા ગયા. ગુરુને ધર્મોપદેશ સાંભળ્યા પછી શેઠે ગુરુને પૂછ્યું કે હે ભગવાન ! મારા બે પુત્રમાં એક ભાગ્યશાળી છે, અને બીજે મહા દુર્ભાગી છે, તેનું શું કારણ હશે ?
ગુરુ બેલ્યા કે હે દેવપાલ! સર્વ જીવે સંસારમાં પિતપતાને કરેલાં શુભાશુભ કર્મોને ભેગવે છે. તારા બને પુત્રને વૃત્તાંત સાંભળઃ
આ જ નગરમાં, આ ભવથી ત્રીજા ભવે ગુણધર અને માનધર નામના બે વાણીયાઓ રહેતા હતા. તેમાં ગુણધર વિનયી અને શાંત ચિત્તવાલે હતો, બીજે માનધર અભિમાની અને ઉત્તમ પુરુષોની નિંદા કરનારે હતો
એક વખતે કઈ સાધુએ ચોમાસામાં એક મહિનાના ઉપવાસ કર્યા, તેમની તપસ્યાના બલથી દેવે પણ તેમની સેવા કરવા લાગ્યા. આ દેખીને માનધર તેમની નિંદા કરવા - લાગ્યું. એક દેવે તેને નિંદા કરતાં વાર્યો, તો પણ તે નિંદા કરતાં અટક્યો નહિ. તેથી દેવતાને ક્રોધ આવવાથી તેને મારી નાખ્યો. મરણ પામીને તે પહેલી નરકે ગયે. નરકથી નીકળીને તે, તમારે ત્યાં ભોજદેવ તરીકે ઉત્પન્ન થયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org