________________
ત્રાસની સ્થા
૧ ૦ ૦
- વણિકગામમાં મિત્રદેવ નામને રાજા રાજ્ય કરતે હતો. તેને શ્રીદેવી નામની રાણી હતી, પ્રભુ મહાવીર એક વખત ગોમની નજીકના ઉદ્યાનમાં સમવસર્યા (જૂઓ ચિત્ર ૧૬). પ્રભુ મહાવીરની આજ્ઞા લઈને, શ્રીગૌતમસ્વામી છઠના પારણે ગામમાંથી ગોચરી વહોરી આવ્યા.
ગેચરી વહેરીને પાછા ફરતાં રસ્તામાં ઘણા રાવલેથી વીંટળાએલ અને સખત બંધને બાંધેલું એક માણસ દીઠે. તે માણસના નાક, કાન, હઠ અને જીભ છેદેલાં હતાં, તેનું શરીર ધૂળથી ખરડાએલું હતું. વળી તેના શરીરમાંથી ટૂકડો ટૂકડે માંસ કાપી કાપીને તેને ખવડાવતા હતા. આવી દયાજનક સ્થિતિમાં મૂકાએ તેને દેખીને, આ પાપનું ફલ ભેગવે છે, એમ જાણી મનમાં વૈરાગ્ય લાવીને, પ્રભુ પાસે ઈરિયાવહી પડિક્કમી, ભાત પાણી વાપરીને ગૌતમસ્વામી પ્રભુને પૂછવા લાગ્યા કે “હે પ્રભુ! કયા પ્રકારના રૌદ્ર કર્મોએ કરીને એ પુરુષ આવા મહાદુઃખે ભોગવે છે?” તે વખતે પ્રભુ મહાવીર બેલ્યા કે હે ગૌતમ! તેનું કારણ સાંભળ
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org