________________
૬૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
~
~
-
-~
wwwwwwww
દશ પૂરવ ભણીયા રે જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરૂ પાસે રે; ક્ષીરસ્ત્રવ પ્રમુખ જે લબ્ધિ, પરગટે જાસ પ્રકાશે રે. સાં૦-૫ કેડિ સેંકડા ધનને સંચે, કન્યા રુકિમણું નામે રે; શેઠ ધના દીયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે. સાં.-૬ દેઈ ઉપદેશને રુકિમણું નારી, તારી દીક્ષા આપી રે; યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રકાશી રે. સાં૦–૭ સમકિત શિયળ તુંબ ધરી કરમાં મોહસાયર કર્યો છેટે રે; તે કેમ બુડે નર નદીમાં,એ તો મુનિવર મહોટે રે. સાં–૮ જેણે દુભિક્ષે સંઘ લઈને, મૂક્યો નગર સુકાળ રે; શાસનભા ઉન્નતિ કારણ, પુષ્પ પદ્મ વિશાળ રે. સાં૦-૯ બૌદ્ધરાયને પણ પ્રતિબો , કિધા શાસનરાગી રે, શાસનભા જયપતાકા, અંબર જઈને લાગી રે. સાંક-૧૦ વિસ સુંઠ ગાંઠી કાને, આવશ્યક વેળા જા રે; વિસરે નહિ પણ એ વિસરીઓ,આયુ અલ્પ પિછાણ્યોરે. સાંઠ-૧૧ લાખ સોનઈએ હાંડી ચડે જબ, બીજે દિન સુકાળ રે એમ સંભળાવી વજસેનને, જાણું અણુસણ કાળ રે. સાં૦-૧૨ રથાવત્તગિરિ જઈ અણસણ કીધું, સોહમ હરિ તિહાં આવે રે; પ્રદક્ષિણ પર્વતને દેઈને, મુનિવર વદે ભાવે રે. સાં–૧૩ ધનસિંહગિરિસૂરી ઉત્તમ જેહના, એ પટધારી રે. પદ્યવિજય કહે ગુરૂ પદ પંકજ,નિત્ય નમિએ નરનારી રે. સાં૦ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org