________________
પ૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
*
**
*
*
-~
-
~
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત શ્રી અવંતિસુકુમારની સજઝાય
(૫૩) મનહર માળવદેશ, તિહાં બહુ નયર નિવેશ; આજ હે અછે રે, ઉજેણી નયરી સેહતીજી- ૧ તિહાં નિવસે ધન શેઠ, લચ્છી કરે જસ વેઠ; આજ હે ભદ્રા રે તસ ધરણ મનડું મેહતીજી.– ૨ પૂરવભવે ઝખ એક, રાખે ધરીય વિવેક; આજ હા પામ્યો ? તેહ પુણે સહમકલ્પમાંજી.- ૩ નલિની ગુલ્મ વિમાન, ભેગવી સુખ અભિરામ; આજ હ તે ચવી ઉપજે રે ભદ્રા કુખેજી.- ૪ નામે અવંતિસુકમાર, પુત્ર અતિ સુકુમાર; આજ હા દીપે રે જીપે નિજ રૂપે રતિપતિજી.- ૫ રંભાને અનુકારી, પરબત્રીશ નારી; આજ હે ભેગી રે ભામિનીશું ભોગ જ ભેગવેજી.- ૬ નિત્ય નવલા શણગાર, સેવન જડિત સફાર; આજ હો પહેરે રે સુંવાળાં ચીવર સામટાંજી.- ૭ નિત્ય નવલાં તંબોળ, ચંદન કેસર ઘોળ; આજ હો ચરગેરે જસ અંગે આંગી ફટડીજી.૮ એક પખાળે અંગ, એક કરે નાટક ચંગ; આજ હે એક જ રે સુંવાળી સેજ સમારતીજી.– ૯ એક બોલે મુખ આખ, મીઠી જાણે દ્રાખ; આજ હો લાવણ્ય લટકાળા રૂડા બોલડાજી.–૧૦ એક કરે નયન કટાક્ષ, એક કરે નખરાં લાખ; આજ હે પ્રેમે રે પતી પિયુ ઉચ્ચરેજી.-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org