________________
શ્રી અવંતિસુકુમારની સઝાય
[૫૫
બાજી બાજીગર તણી રે, દીસતી જેમ અમૂલ્ય; દિવસ ચારકા પિખણા રે, અંતે ધૂળકી ધૂળ. મારી –૪ માતા પિતા સુત કામિની રે, સંગે મળીયાં આય; વાયે મળ્યાં જેમ વાદળાં રે, વાયે વિખરી જાય. મેરી–૫ સુપનમાંહે જેમ રાંકડો રે, ધન પામી હુઓ શેઠ, જાગી નિહાળે ઠીકરું રે, ભાંગ્યું માથા હેઠ. મોરી.-૬ સ્વપ્ન જેમ અશાશ્વતાં રે, સહુ દેખાય છે એહ; કહે જિનહર્ષ વૈરાગીયાં રે, સાસુ વહુઅર તેહ. મેરીવ-૭
દ્વાળ તેરમી
(પર) ભદ્રા ઘર આવી એમ ભાખે, ગર્ભવતી ઘર રાખે રે; અન્ય વધુ પહોંતી ગુરૂ પાસે, વ્રત અમૃત રસ ચાખે રે. ભદ્રા -૧ પંચ મહાવ્રત સૂધાં પાળે, દૂષણ સઘળાં ટાળે રે; દુક્કર તપ કરી કાયા ગાળે, કળિમળ પાપ પખાળે રે. ભદ્રા-૨ અંતકાળે સહુ અણસણ લેઈ, તજી દારિક દેહી રે; દેવલોકનાં સુખ તે લેહી, ચારિત્રનાં ફળ એહી રે. ભદ્રા-૩ કેડે ગર્ભવતી સુત જાયે, દેવળ તેણે કરીયે રે, પિતા મરણને ઠામે સુહા, અવંતિપાસ કહેવાયે રે. ભદ્રા –૪ પાસ જિણેસર પ્રતિમા સ્થાપી, કુમતિલતા જડ કાપી રે; કીર્તાિ તેહની ત્રિભુવન વ્યાપી, સૂરજ જેમ પ્રતાપી રે. ભદ્રા –૫ સંવત સત્તર એકતાળીશે, શુક્લ આષાઢ કહીશે રે; વાર શનિશ્ચર આઠમ દિવસે, કીધી સઝાય જગીશે રે. ભદ્રા-૬ અવંતિસુકુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે; જિનહર્ષદીપે વડ દાવે, શાંતિવર્ષ સુખ પાવે રે. ભદ્રાવ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org