________________
૪૪ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
નર સુર સુખ એણે જીવડે, પામ્યાં અનંતી વાર; કુમરજી. નરપતિ સુરપતિ એ થયો, ન લહી તૃપ્તિ લગાર. કુમરજી.
સંયમથી–૨ કુણ લિબેબી પ્રિય કરે, પરિહરી મીઠી દ્રાખ; સુગુરૂજી. નલિની ગુલમ વિમાનને, મુજને છે અભિલાષ. સુગુરૂજી.
સંયમથી-૩ તે ભણી મુજ શું કરી મયા, ઘો ગુરૂજી ચારિત્ર; સુગુરૂજી. ઢીલ કિશી હવે કીજીયે, લીજીયે વ્રત સુપવિત્ર. સુગુરૂજી.
સંયમ -૪ શ્રી આચારજ એમ કહે, હજીય અછે તે બાળ; કુમરજી. તું ભદ્રાને લાડણે, કેળિ ગર્ભ સુકુમાર. કુમરજી.
સંયમ–૫ દીક્ષા દુષ્કર પાળવી, પંચ મહાવ્રત ભાર; કુમરજી. માથે મેરૂ ઉપાડે, તો જળધિ અપાર. કુમરજી.
સંયમ.-૬ મીણ તણે દાંતે કરી, લોહ અણુ કુણ ખાય; કુમરજી. અગ્નિ સ્પર્શ કોણ સહી શકે, દુક્કર વ્રત નિરમાય. કુમરજી.
સંયમ-૭ કુમર કહે પ્રભુ સાંભળે, દુઃખ વિણ સુખ કિમ થાય; સુગુરૂજી. અલ્પ દુઃખે બહુ સુખ હુવે, તે તે દુઃખ ન ગણાય. સુગુરૂજી.
સંયમ૦–૮ તપ કરવો અતિ દોહિલે, સહેવા પરિસહ ઘોર, કુમરજી. કહે જિનહર્ષ સુભટ થઈ, હણવાં કર્મ કર. કુમરજી.
સંયમ –૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org