________________
બાર ભાવનાની સઝાય
[ ૧૭
દેહા મેહ વસે મન મંત્રી, ઈદ્રિય મલ્યા કલોલ; પ્રમાદ મદિરા પાઈ કરી, બાંધ્યે જીવ ભૂપાલ. ૧ કમ જંજીર જડી કરી, સુકૃત માલ સવિ લીધ; અશુભ વિરસ દુરગંધ મય, તન ગોતતરે દીધ. ૨
તાળી છઠ્ઠી
(૧૮).
રાગ સિંધુ સામેરી છઠ્ઠી ભાવના મન ધરો, જીઉ અશુચિ ભરી એ કાયા રે; શી માયા રે, માંડે કાચા પિંડ શું એ. ૧ નગર ખાલ પરે નિત વહે, કફ મલ મૂત્ર ભંડારો રે; તિમ દ્વારા રે, નર નવ દ્વાદશ નારીનાં એ. ૨ દેખી દુરગંધ દૂરથી, તું મુહ મચકોડે માણે રે; નવિ જાણે રે, તિણ પુદ્ગલ નિજ તનુ ભર્યું છે. ૩ માંસ રૂધિર મેદા રસે, અસ્થિ મજા નર બીજે રે; શું રીજે રે, રૂપ દેખી દેખી આપણું એ. ૪ કૃમિ વાલાદિક કોથલી, મેહરાયની ચેટી રે, એ પિટી રે, ચર્મ જડી ઘણું રોગની એ. ૫ ગર્ભવાસ નવ માસ ત્યાં, કૃમિ પરે મલમાં વસિયો રે; તું રસિયે રે, ઉંધે માથે ઈમ રહે એ. ૬ કનક કુમરી ભેજન ભરી, તિહાં દેખી દુરગંધ ખૂજ્યા રે; અતિ ઝૂજ્યા રે, મહિલા મિત્ર નિજ કમ શું એ. ૭
દેહા તન છિલ્લર ઈદ્રિય મચ્છા, વિષય કલણ જંબાલ; પાપ કલુષ પાછું ભર્યું, આશ્રવ વહે ગડ નાલ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org