________________
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ચાહે જે છેડણ ભણી, તે ભજ ભગવંત મહંત; દૂર કરે પર બંધને, જિમ જલથી જલકંત. ૨
ઢાળ પાંચમી
(૧૭)
કપૂર હવે અતિ ઉજલો રે. એ રાગ પાંચમી ભાવના ભાવી, જિઉ અન્યત્વ વિચાર, આપ સવારથી એ સહુ રે, મલિકે તુજ પરિવાર. ૧ સંવેગી સુંદર, બૂઝ મા મૂંઝ ગમાર; તહારું કે નહીં ઈણ સંસાર, તું કેહનો નહિ નિરધાર. સં. ૨ પંથ સિરે પંથી મલ્યા રે, કીજે કિણશું પ્રેમ, રાતિ વસે પ્રહ ઉઠ ચલે રે, નેહ નિવાહ કેમ. સંવેગી. ૩ જિમ મેલે તીરથ મલે રે, જન વણજની ચાહ; કે ગોટે કે ફાયદો રે, લેઈ લેઈ નિજ ઘર જાય. સવેગી. ૪ જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં લગે દાખે નેહ; સૂરકતાની પરે રે, છટકી દેખાડે છેહ. સંવેગી. ૫ ચલણ અંગજ મારવા રે, કૂડું કરી જતુ ગેહ; ભરત બાહુબલિ ઝુઝીયા રે, જે જે નિજના નેહ. સં. ૬ શ્રેણિક પુત્રે બાંધીએ રે, લીધું વહેંચી રાજ્ય દુઃખ દીધું બહુ તાતને રે, દેખે સુતનાં કાજ. સંવેગી. ૭ ઈણ ભાવના શિવ પદ લહે રે, શ્રી મરૂદેવી માય; વીર શિષ્ય કેવલ લલ્લું રે, શ્રી ગૌતમ ગણરાય. સેભાગી. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org