________________
૪૫૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
વિવિધ વિષય ઉપગે અનિત્ય, ઈમ સુણી અરથ અનેક રે; બૂઝ ચારિત્ર લેઈ નિરમલ, સિદ્ધિ ગયે સુવિવેક રે. ધ. ૧૦ ભગવતી શતક અઢારમું જોઈ, એ મુનિરાજ સઝાય રે; પંડિત શાંતિવિજય શિષ્ય પભણે, માનવિજય ઉવઝાય રે.
ધન્ય ધન્ય૦-૧૧ ઈતિ શ્રી રોમિલ વિપ્રની સઝાય. ૩૧ શ્રી લબ્ધચારણુર્ષિ સક્ઝાય
(૩૫૧) મયગલ માતા રે વન માંહિ ભમે–એ રાગ, વિદ્યાચારણ જંઘાચારણા, મહીયલિ મેટા મુનીસ, ભગવતી વીસમા શતકે વરણ, જાસ લબ્ધિ જગદીશ. વિ. ૧ છઠ્ઠું છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠમ પારણે, કરત ઉપજ શકિત વિદ્યા કેરી રે જંઘા કેરડી, અનુક્રમે દયની વકિત. વિ. ૨ વિદ્યાચારણ પ્રથમ માનુસ નગે, બીજે અઠ્ઠમ દીવિ, આવઈ ઠામિ રે ત્રીજે ઉતપાદે, તિરિ ગતિ વિસય સદીવ. વિ. ૩ ઉરધ ગમન પ્રથમ નંદનવને, પંડુકવનિ દુતી એણ, ત્રીજી વારિ રે નિજ થાનકિ આવે, નિશ્ચિત રવિ કિરણેણ. વિ. ૪ જંઘાચારણ પહિલે ઉતપાદે, રૂચક દ્વિપ રે જાય; તિહાંથી વલસા રે નંદીસર દ્વીપે, તિહાંથી આવે ઈહાંય. વિ. ૫ ઉચે પહિલે રે પંડુકવને જાયે, નંદનવને વલ માન; તિહાંથી આવે રે સઘલે થાનકે, ચિત્ય પ્રતિવંદન માન. વિ૦૬ લબ્ધિ પ્રયું જેને આયે હુઈ, આરાધક મુનિરાય; વંદે નિત્ય રે એહવા મુનિ પ્રતિ, માનવિજય ઉવઝાય. વિ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org