________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સક્ઝાય
[૩૯૫
ધન ધન શ્રી ઋષિરાય અનાથી, રૂપે દેવ કુમાર રે, સંવેગ રંગ તરંગઈઝ લઈ, યૌવન વય અણગાર રે. ધન-૨ એક દિન કાનનઈ પહેતે શ્રેણિક, વાંદ્યા શ્રી ઋષિરાય રે; લઘુ વય દેખી હરખઈ પૂછઈ, પ્રભુ તુહ કોમલ હાય રે. ધ૦-૩. એ તુ રૂપ અનોપમ યૌવન, તરૂણ જન આધાર રે, ઈણિ અવસર નારી રસ લી જઈ, વડપણઈ સંયમ ભાર રે. ધ૦-૪ ધ્યાન પૂરઈ તવ મુનિવર બલઈ, રાજન હું છું અનાથ રે; નાથ વિના મેં સંયમ લીધો, નૃપ કહઈ હું તુન્હ નાથ રે. ધ૦-૫ જોઈએ તે તુઝનઈ હું પુરું, ત્યે તુહ એ બહુ આથ રે; મુનિ કહઈ રાજન નાથ ન તાહરઈ, કિમ થાઈશ મુઝ નાથ રે,
ધન ધન ૦- રાય કહઈ હય ગય રથ પાયક, મણિ માણિક ભંડાર રે; માહરઈ છઈ હું નાથ સહુને, તવ લઈ અણગાર રે. ધ૦-૭ કેબી નયરીને રાજા, મુજ પિતા ગુણવંત રે, તાસ કુંવર હું અતિહિ વલ્લભ, લઘુવય લીલાવંત રે. ધ૦-૮ એક દિન મુઝ અંગઈ થઈ વેદન, ન ટકઈ કઈ ઉપાય રે, માતપિતા માહરઈ દુઃખઈ દુખીયાં,નારી હઈડું ભરાય રે. ધો-૯ બહુલ વિલાપ કર્યો તેણીએ, મુઝ નવિ દુઃખ લેવાય રે; તવ મઈ એહ નિર્ણય કીધે, ધર્મ જ એક સહાય રે. ધ૦-૧૦ ઈમ ચિંતવતાં વેદન નાઠી, પ્રાતઃ મઈ સંયમ લીધે રે, નાથ અનાથ તણે એ વિવરે સુણી નરનાથ પ્રસિધો રે. ધ૦-૧૧ તે સુણી રાજા સમકિત પામે, મુગતિ ગયે અણગાર રે; વીસમ અધ્યયનઈજિનવીરે, એહ ભાગે અધિકાર રે. ધ૦૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org