________________
૩૬૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ઈમ જાણ પુણ્ય કીજીયે, જેહથી સુખ થાય રે; દિન દિન સંપદ અનુભવી, વળી સુજસ ગવાય રે. શુદ્ધ૦–૬ વિજયદેવ, ગુરૂ પાટવી, વિજયસિંહ મુણિંદ રે; શિષ્ય ઉદય કહે પુણ્યથી, હુવે પરમ આણંદ રે. શુદ્ધ૦–૭
શ્રી ઉદયરત્નજી વિરચિત તપની સજઝાય
(૨૭૩)
ઈડર આંબા આંબલી રે. એ રાગ કીધાં કર્મ નીકંદવા રે, લેવા મુક્તિનું દાન; હત્યા પાતિક છુટવા રે, નહીં કોઈ તપ સમાન. ભવિકજન
તપ કરજો મન શુદ્ધ -૧ ઉત્તમ તપના વેગથી રે, સેવે સુરનર પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનવાંછિત ફળ થાય. ભવિક–૨ તીર્થકર પદ પામીયે રે, નાસે સઘળા રેગ; રૂપ લીલા સુખ સાહેબી રે, લહીએ તપ સંગ. ભ૦-૩ તે શું છે સંસારમાં રે, તપથી ન હવે જેહ; જે જે મનમાં કામિએ રે, સફળ ફળે સહી તેહ. ભ૦-૪ અષ્ટ કર્મના ઓઘને રે, તપ ટાળે તતકાળ; અવસર લહીને તેને રે, ખપ કરજે ઉજમાળ. ભ૦-૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હો તેહની ચાલમાં રે, જેમ ધો અણગાર. ભ૦-૬ ઉદયરત્ન કહે ત૫ થકી રે, વાધે સુજસ સમૂર; સ્વર્ગ હવે ઘર આંગણે રે, દુર્ગતિ જાવે ર. ભવિક –૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org