________________
૩૫૨]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
સુવ્રત શેઠ થ શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીયે; પાવક પુર સઘળે પરજાન્ય, એહને કાંઈ નદહીયો. આ૦–– આઠ પહોર પિસે તે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જે વશ કરીએ, તે ભવસાગર તરીએ. આ૦–૬ ઈસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિકમણું શું પ્રેમ ન રાખે, કહે કિમ લાગે લેખે. આ૦–૭ કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વન માંહી; ચિત્તડું તો ચિહું દિશિયે દોડે, ઈણ ભજને સુખ નહી. આ૦–૮ પૌષધશાળે ભેગાં થઈને, ચાર કથા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે. આ૦-૯ એક ઉઠતી આળસ મરડે, બીજી ઉઘે બેઠી; નદીમાંથી કાંઈક નિસરતી, જઈ દરીયામાં પેઠી. આ૦–૧૦ આઈ બાઈ નણંદ ભોજાઈ, હાની મોટી વહુને; સાસુ સસરો માને માસી, શિખામણ છે સહુને. આ૦–૧૧ ઉદયરતન વાચક ઉપદેશે, જે નર નારી રહેશે; પિસા માંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આ૦–૧૨ શ્રી વૈરાગ્યની સજઝાય
(ર૬૦) ઉંચા તે મંદિર માળીયાં, સોડ્ય વાળીને સુતે; કાઢો રે કાઢે સહુ કહે, જાણે જન જ હેતે.
એક રે દિવસ એવો આવશે–૧ એક રે દિવસ એ આવશે, મને સબળજી સાલે; મંત્રિ મળ્યા સર્વે કારમા, તેનું કાંઈ નવ ચાલે. એક-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org