________________
૩૫૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
શ્રી ઉદયરત્નજી કૃત સજઝાય તપની સજઝાય
(૨૫૭) કીધાં કર્મ નિકંદવા રે, લેવા મુક્તિ નિદાન; હત્યા પાતિક છુટવા રે, નહિ કેઈ તપ સમાન.
ભવિક જન, તપ સરખું નહિ કોય–૧ ઉત્તમ તપના યોગથી રે, સુર નર સેવે પાય; લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે રે, મનવાંછિત ફળ થાય. ભ૦-૨ તીર્થકર પદ પામીયે રે, નાસે સઘળા રોગ; રૂપ લીલા સુખ સાહેબી રે, લહીયે તપ સંગ. ભ૦-૩ અકરમના ઓથને રે, તપ ટાલે તત્કાળ; અવસર લહીને તેનો રે, ખ૫ કરજે ઉજમાલ. ભ૦-૪ તે શું છે સંસારમાં રે, તપથી ન હોવે જેહ; , મનમાં જે જે ઇરછીયે રે, સફળ ફળે સહી તેહ. ભ૦-૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હે તેની ચાલમાં રે, જેમ ધન્નો અણગાર. ભ૦-૬ ઉદયરતન કહે તપ થકી રે, વાધે સુસ સનર; સ્વર્ગ હવે ઘર આંગણે ૨, દુર્ગતિ નાસે ધર. ભવિક–૭ શ્રી બલભદ્રમુનિની સઝાય
(૨૫૮) શા માટે બંધવ મુખથી ન બોલે,આંસુડે આનન ધેતાં મેરારી રે; પુન્યાગે દડીઓ એક પાછું, જ છે જંગલ જોતાં મે-૧ ત્રીકમ રીસ ચઢી છે તુજને, વનમાંહે વનમાળી મોરારી રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org