________________
શ્રી આત્મિક સઝાયો
[૩૪૫
ક૯૫વૃક્ષ કુહાડે કાપી, ધંતુરો ઘેર ધારે રે ભાઈ, ચિંતામણી ચિંતિત પૂરણ તે, કાગ ઉડાવણ ડારે રે ભાઈ.
સાંભળ૦ ૩ એમ જાણું જાવા નવિ દીજે, નરનારી નરભવને રે ભાઈ, ઓળખી શુદ્ધ ધર્મને સાધે, જે માન્ય મુનિ મનને રે ભાઈ.
સાંભળ૦ ૪ જે વિભાવ પરભાવમાં ભજિયે, રમણ સ્વભાવમાં કરીયે રે ભાઈ, ઉતમ પદ પદ્યને અવલંબી, ભવિયણ ભવજળ તરીયે રે
ભાઈ. સાંભળ૦ ૫ શ્રી લબ્ધિવિજયજી વિરચિત આત્માને શિખામણ
(૨૫૩) કાંઈ નવિ ચેતે રે ચિત્તમાં જીવડા રે, આયુ ગળે દિન રાત; વાત વિસારી રે ગર્ભાવાસની રે, કુણુ કુણ તાહરી જાત. કાં-૧ દેહી દીસે રે માનવભવ તણે રે, શ્રાવક કૂળ અવતાર; પ્રાપ્તિ પૂરી રે ગિરૂઆ ગુરૂ તણી રે, તુજ ન મળે વારંવાર.
કાંઈ -૨ તું મત જાણે રે એ ધન માહરે રે, કુણ માત કુણ તાત; આપ સવાર સહ કે મિલ્યું રે, મ કર પરાઈ તું વાત. કાં.-૩ પુણ્ય વિહેણું રે દુઃખ પામે ઘણા રે, દોષ દિયે કિરતાર, આપ કમાઈ રે પૂરવ ભવ તણી રે, ન મિટે તેહ લગાર. કાં.-૪ કઠણ કરમને અહનિશ જે કરે રે, તેહનાં ફળ જે વિપાક; હું નવિ જાણું રે કુણ ગતિ તાહરી રે, તે જાણે વીતરાગ, કાં.-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org