________________
શ્રી અમૃતવેલીની સજઝાય
[ ૩૩૫
દેષ લવ પણ નિજ દેખતાં, નિજ ગુણ નિજાતમા જાણરે.
ચેતન –૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, ઈમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાપ નાશક તણું ઠાણ રે. ૨૦-૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સરૂપ રે. ૨૦-૨૪ કર્મથી ક૯૫ના ઉપજે, પવનથી જિમ જળધિ વેલ રે, રૂપે પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે. ૨૦-૨૫ ધારતાં ધર્મની ધારણું, મારતાં મેહ વાડ ચેર રે; જ્ઞાન રૂચિ વેલ વિસ્તારતાં, વારતા કર્મનું જોર રે. ૨૦–૨૬ રાગ વિષ દોષ ઉતારતાં જારતાં શ્રેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, સારતા કર્મ નિઃશેષ રે. ૨૦૨૭ દેખીએ માર્ગ શિવ નગરને, જે ઉદાસિન પરિણામ રે; તેહ અણછેડતાં ચાલીયે, પામીયે જિમ પરમ ધામરે. ચે-૨૮ શ્રી નવિજય ગુરૂ શિષ્યની, શીખડી અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદરે,તે લહે સુજસ રંગ રેલ રે.ચે૨૯ * શ્રી લબ્ધિવિજયજી કૃત શ્રી જીવ હિતશિખામણની સજઝાય
(૨૪૧) જોઈ જતન કર જીવડા, આયુ અજાણ્યું જાય રે, લે હા લક્ષ્મી તણો, પછી કાંઈ નવિ થાય છે. જોઈ–૧ - દુલહ ભવ માણસ તણો, દુલહે દેહ નિરોગી રે; ૨, દુલહે દયા ધર્મ વાસના, દુલહ સુગુરૂ સંગ રે. જે-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org