________________
સતી સીતાની સઝાય
[ ૨૭૯
શશિ વરસે કિમ વિષધાર રે, ગંગાજલ ન હૈયે ખારા; સાયર કેમ લંઘાય રે, મેરૂ ત્રાજવે કેમ તેળાય-૨૩ ચિતામણી ન હોયે કાચે રે, કીમ પાંગળે નાટક નાચે; કામધેનુ કાલી કિમ કહીએ રે, આકાશ માન કિમ લહીએ-૨૪ ઈંદ્રને ઘેર દારિદ્ર ન આવે રે, પુણ્યહીને તે કિમ સુખ પાવે; મહિષ ઐરાવણ કિમ જીપે રે, વંશ પુત્ર વિના નવિ દીપે–૨૫ માનસરોવર તેહ ન સૂકે રે, સાયર મર્યાદા નવિ મૂકે; ધુને તારે કદી નવિ ચાલે રે, મંદરગિરિ કબહી ન હાલે–૨૬ સાચો હીરે કહો કિમ ચૂરે રે, આકાશે આડ કેણ પૂરે; હરિશ્ચંદ્ર વાચા નવિ લોપે રે, કહો મુનિ ગાળ દીયે નવિ કેપે.-૨૭ વાંઝણી નારી જણે બેટો રે, સુત્રને કહો કેણ કહે મોટો; સિંહને કણ કહે શિયાળ રે, નવ નંદ ન હોય દયાળ.-૨૮ સૂર્ય ઉગે પશ્ચિમ કિમ પેરે, દયા વિના ધર્મ નવિ લેખે; શેષનાગ ધરણું કિમ મૂકે રે, તે સીતા શીયળ કિમ ચૂકે-૨૯ રઘુપતિ કહે રથ બેસીજે રે, અયોધ્યા પવિત્ર કરી જે; સીતા કહે નીમ લગાર રે, શિર લોચ કિયે તતકાળ.-૩૦ પાળી સંયમ ખાંડા ધાર રે, કરી અણસણ વિકટ ઉદાર; બારમે દેવલોક થયા સ્વામી રે, સીતા ઈન્દ્રની પદવી પામી.-૩૧ શીલે દુઃખ દારિદ્ર જાય રે, શીલે સહુ લાગે આવી પાય; શીલે સે પરિયા તારે રે, તે તે ત્રિભુવનને શણગારે-૩૨ તપગચ્છ વિજયસેનસૂરિ રાયા રે, બેલે વિમલહર્ષ
ઉવઝાયા; મુનિ મેમવિજય મન ભાવે રે, સતી સીતાના ગુણ ગાવે–૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org