________________
ર૭૪ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
-
-
-
-
-
-
શ્રી સમયસુંદરજી કૃત માયાની સઝાય
(૧૮) માયા કારમી રે, માયા મ કરે ચતુર સુજાણ. માયાઆંકણી માયાએ વાહ્યા જગત વિલુદ્ધા, દુઃખીયા થાએ અજાણ. મા–૧ નાના મોટા નરને માયા, નારીને અધિકેરી; વળી વિશેષે અતિ ઘણું વ્યાપે, ઘરડાને ઝાઝેરી. માયા-૨ ચોગી જંગમ યતિ સન્યાસી, નગ્ન થઈ પરવરીયા; ઉધે મસ્તક અગ્નિ ધખંતી, માયાથી નવિ ડરીયા. માયા-૩ માયા મેલી કરી બહુ ભેળી, લોભે લક્ષણ જાય રે, ચેર ડેરે ધરતીમાં ઘાલે, ઉપર વિસર થાય. માયા -૪ માયા કારણ દૂર દેશાંતર, અટવી વનમાં જાય રે; પ્રવહેણ બેસી દ્વીપ દ્વીપાંતર, સાયરમાં ઝંપાય. માયા૦-૫ શિવભૂતિ સરીખા સત્યવાદી, સત્યઘોષ કહાવે; રતન દેખી મન તેહનું ચળીયું, મરીને દુર્ગતિ જાવે. મા –૬ લબ્ધિદત માયાએ નડી, પડી સમુદ્ર મઝાર રે; મુખ માખણીઉં થઈને મરી, પડીયે નરક દુવાર. મા-૭ ઇન્ડે તે સિંહાસન થાપી, શંભૂએ માયા રાખી; નેમિસર તે માયા મેલી, મુગતીના થયા સાખી. મા –૮ મન વચન કાયાએ માયા, મહેલી વનમાં જાય રે, ધન્ય ધન્ય એ મુનિસર જેહના, ત્રણ ભુવન ગુણ ગાય. મા –૯ એવું જાણીને ભવિ પ્રાણ, માયા મૂકે અળગી; સમયસુંદર કહે સાર છે જગમાં,ધર્મ રંગ શું વળગી. મા-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org