________________
૨૬૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
પદી પાંડવ ઘરણી જેહ, શિયળ અખંડ વખાણ્યું તેહ-૩ ચુલા દમયંતી દુઃખ હરે, શિવાદેવી નિત્ય સાનિધ્ય કરે; ચંદનબાળા ચઢતી કળા, વીર પાત્ર દીધા બાકૂળા-૪ રાજિમતી નવી પરણ્યા નેમ, તોયે રાખે અવિહડ પ્રેમ, સીતા તણું શીયળ જ, અગ્નિ ટળીને પાણ થ.- ધન્ય ધન્ય સતી સુભદ્રા ધીર, કાચે તાંતણે ચાલી નીર; ચંપા પિળ ઉઘાડી ચંગ, મૃગાવતી પ્રણમું મન રંગ-૬ પ્રહ ઉઠી સતી જરીયે સોળ, જિમ લહીયે ત્રદ્ધિવૃદ્ધિ ધૃત ગળ; શ્રીવિનયવિજયવાચક સુપસાય,રૂપવિજય ભાવે ગુણ ગાય-૭
શ્રી સમયસુંદરજી કૃત શ્રી ચેલાણુસતીની સઝાય
0 3..સીય શિરોમણી વરે વખાણું રાણું ચલણાજી, સતીય શિરોમણી જાણ; ચેડા રાજાની સાતે સુતાજી, શ્રેણિક શિયળ પ્રમાણ.
વીરે -૧ એ આંકણી. વીર વાંચી ઘેર આવતાંજી, ચેલાએ દીઠા રે નિગ્રંથ. વન માંહે રાતે કાઉસગ્ગ રહ્યો છે, સાધતો મુગતિનો પંથ.વી-૨ શીત ઠાર સબળે પડે છે, ચેલણું પ્રીતમ સાથ; ચારિત્રી ચિત્તમાં વજી, સોડ બાહિર રહ્યો હાથ. વી.-૩ ઝબકી જાગી કહે ચેલાજી, કેમ કરતે હશે તેહ; કામિનીને મન કેણ વજી, શ્રેણિક પડ્યો રે સંદેહ. વી -૪ અંતેઉર પરજાળજી, શ્રેણિક દીયો રે આદેશ; ભગવંતે સંશય ભાંજીયેજી, ચમકિ ચિત્ત નરેશ. વી -૫ - વીર વાંદી વળતાં થકાં રે, પેસતાં નગર મઝાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org