________________
૨૬૬ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
વળી વળી વહુવર શું કહું, નહિ નિર્લજને લાજ; નવ કુળ નાગ નાશી ગયા, આવ્યું કોકિડે રાજ. ૧૪ દોષ દીજે નિજ કર્મને, કલંક ચઢાવ્યું રે માય; પડહ છબી ઊભી રહી, જઈ સંભળાવે રાય. ૧૫ વેગે તે ગઈ વધામણી, રાજા મન નહિ વિશ્વાસ; પ્રત્યક્ષ જુએ એ પારખું, ત્યાં જઈ કરે તપાસ. ૧૬ સુખાસન બેસી કરી, આવ્ય જિહાં છે રે કૃપ; વદન તે પૂનમ ચંદલે, દેખી હરખે ભૂપ. ૧૭ રાજા મન આણંદી, હૈડે હર્ષ ન માય; પ્રજાને પીડા ઘણી, સાર કરો મારી માય. ૧૮ અવર પુરૂષ બંધવ પિતા, સતી મન માંહિ સોય; માનવ સહુ મેડીયે ચઢી, સતીને જુએ સહુ કેય. ૧૯ કાચે તાંતણે ચાલણી, સતી કળા ચઢી સોળ; કામિની કૂપ જળ ભરી, ઉઘાડી ત્રણ પળ. ૨૦ કોઈ પિયર કેઈ સાસરે, કેઈ હશે માને મોસાળ; ચેથી પોળ ઉઘાડશે, જે હશે શિયળ સાળ. ૨૧ ચેથી પિળ ઉઘાડશે, જે હશે શિયળ નિકલંક; સુર નર હો સાખીયા, સુભદ્રાએ ટાળ્યું કલંક. ૨૨ નાક રહ્યું નગરી તણું, ગામ ઉતારી રે ગાળ; રાય રાણા પ્રશંસા કરે, સતીય શિરોમણી સાર. ૨૩ જે નર નારી પાળશે, તે તરશે સંસાર; સિદ્ધિ તણાં સુખ પામશે, અમર તણે અવતાર. ૨૪ સંઘે કહે શિયળે સતી, મહીલાયે રાખ્યું માન; વાઘણ કેરાં દલડાં, રહેશે સેના કે રે ઠામ. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org