________________
શ્રી ચંદનબાલાનું ત્રિઢાળીયું.
[૨૫૭
ઢાળ બીજી
(૧૮૫) :
નમે નમો મનક મહામુનિ–એ રાગ તેણે અવસર તિહાં જાણીયે,રાય સતાનિક આવ્યા રે; ચંપા નગરીની ઉપરે, સેના ચતુરંગ દળ લાવ્યો રે. તે–૧ દધિવાહન નબળે થયે, સેના સઘળી નાઠી રે; ધારણ ધુઆ વસુમતી, બંધ પડ્યા થઈ માઠી રે. તે – મારગમાં જાતાં થકાં, સુભટને પૂછે રાણી રે; શું કરશે અને તમે, કરશું ઘરણી ગુણખાણી છે. તેણે -૩ તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરોમણી તામ રે; તતક્ષણ પ્રાણ તજ્યા સહિ, જો કર્મનાં કામ રે. તેણે૪ વસુમતી કુમરી લેઈ કરી આવ્યો નિજ ઘર માંહિ રે, કે૫ કરે ઘરણી તિહાં, દેખી કુમરી ઉત્સાહિ રે. તેણે–પ પ્રાતઃસમય ગયે વેચવા, કુમરીને નિરધાર રે, વેશ્યા પૂછે ભૂલ તેહને, કહે શત પંચ દીનારો છે. તેણે –૬ એહવે તિહાં કણે આવી, શેઠ ધના નામ રે, તે કહે કુમારી લેશું અમે, ખાસા આપીશ દામ છે. તેણે-૭ શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહો માંહે વિવાદે રે; ચકેસરી સાનિધ કરી, વેશ્યા ઉતાર્યો નાદ રે. તેણે-૮ વેશ્યાથી મૂકાવીને, શેઠ તેડી ઘર આવે રે; મનમાં અતિ હર્ષિત થઈ, પુત્રી કહીને બોલાવે રે. તેણે – કુમારી રૂપે રૂડી, શેઠ તણું મન મોહે રે; અભિનવ જાણે સરસ્વતી, કળા ચોસઠ સોહે રે. તેણે –૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org