________________
શ્રી હરિકેશી મુનિની સઝાય
[૨૪૯
લોહ જવ ખાતાં દાંત ભાગશે, હે બ્રાહ્મણ, મતિ છે
મહાભાગ. ધન ધન – ૯ સાધુ મારણને ઉઠીયા, હો બ્રાહ્મણ, જક્ષ કે તેણિ વાર; મારી કૂટી કીધા પાંસરા, હે બ્રાહ્મણ, મુખ વહે રૂધિરની
ધાર. ધન ધન-૧૦ કીધાનાં ફળ પામીયાં, હે બ્રાહ્મણ, જક્ષ પહેર્યો નિજ ઠામ; બ્રાહ્મણ વળી સબ વિનવે, હો મુનિવર, પર ઉપગારી સ્વામ.
ધન ધન–૧૧ વિપ્ર કહે મુનિરાયને, હે મુનિવર, જોડી દેનું હાથ; વગન આજ સફળ કરો, હો મુનિવર, તારણ ઋષિ જહાજ.
ધન ધન-૧૨ વળતા મુનિવર બેલીયા, હો બ્રાહ્મણ, મેં પાળું ષકાય; કીડી કુંજર સમ ગણું, હો બ્રાહ્મણ, ચાલું મારગ ન્યાય.
ધન ધન-૧૩ અવસર દેખી મુનિ વહોરી, હો મુનિવર, તરણ તારણ જહાજ; પંચ દિવ્ય પ્રગટ હવા, હો મુનિવર, વાજે દેવદુંદુભી નાદ.
ધન ધન–૧૪ બ્રાહ્મણને પ્રતિબોધીયા, હો મુનિવર, ટાળી આમદોષ, રાષભદાસ ઈમ વીનવે, હો મુનિવર, જાઈ બિરાજ્યા
મેક્ષ. ધન ધન–૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org