________________
ર૪૨].
શ્રી જૈન સજઝાય સંગ્રહ
કુમર ઘર આવી કહે માતજી, તાતજી કરી કૃપા સાર રે; અનુમતિ દીજીયે મુજ ભણી, લેઈશ હું સંયમ ભાર રે. વીર૦-૫ માતા કહે વત્સ તું બાળ છે, શું સમજે વ્રત વાત રે; કુમાર કહે જેહ જાણું અછું, તે નવિ જાણું તું માત રે. વીર-દ જેહ વળી હું ન જાણું અછું, જાણું છું માતજી તેહ રે; ઈમ સુણી માતા પિતા ભણે, કહે કિમ બાળક એહ રે. વિર૦-૭
ઢાળ ત્રીજી
(૧૭૭)
ધનના લોભી વાણીચાએ રાગ. કુમાર કહે જાણું સહી, જાયે જીવ મરે રે, નવિ જાણું કિણ કાળમેં, કિણ ઢામે વળી કે રે.
માત સુણ મુજ વાતડી-૧ નવિ જાણું કિણ કમથી, જીવ ભમે સંસારે રે, પણ જાણું નિજ કમથી, જીવ ભમે સંસારે છે. માત૦-૨ તિયું કારણ સંયમ ભણી, અનુમતિ મુજને દીજે રે; આતમ કારજ સાધતાં, મુજને વિલંબ ન કીજે રે. માતo-૩ વિવિધ વચને કરી ભોળ, પણ નિજ ભાવ ન છડે રે; માત પિતા તવ વેગણું, ઓચ્છવ કરવા મંડે છે. માત૦-૪ કુમર અઈમુત્તે આદરી, પ્રભુ પાસે જઈ દીક્ષા છે; ગુણ ચણાદિક તપ કર્યા, અંગ અગિયારે શીખ્યા છે. માત–પ સિદ્ધ થયા વિપુલાચળે, અઈમુત્તો મુનિરાયા રે; અઠ્ઠમ અંગથી ઉદ્ધરી, લેશ મુનિ ગુણ ગાયા છે. માત૦-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org