________________
શ્રી અનાથી મુનિની સઝાય
૨૩૧
શ્રી સમયસુંદરજી કૃત શ્રી અનાથી મુનિની સઝાય
(૧૬૮) શ્રેણ િરયવાહી ચડ્યો, પેખીયે મુનિ એકાંત, વર રૂપ કાં તે મહીયે, રાય પૂછે રે કહેને વૃત્તાંત. શ્રેણિકરાય! હું જે અનાથી નિગ્રંથ; તિણે મેં
લીધે રે સાધુજીને પંથ. શ્રેણિક -૧ ઈણે કે સાંબી નયરી વસે, મુજ પિતા પરિગળ ધન; પરિવાર પૂરે પરિવર્યો, હું છું તેને રે પુત્ર રતન. શ્રેણિક -૨ એક દિવસ મુજને વેદના, ઉપની તે ન ખમાય; માત પિતા ઝુરી રહ્યા, પણ કિણહી રે તે ન લેવાય. શ્રેણિકo-૩ ગેરડી ગુણ મણિ એારડી, ચોરડી અબળા નાર; કેરડી પીડા મેં સહી, ન કેણે કીધી રે મારી સાર. શ્રેણિક -૪ બહુ રાજવૈદ્ય બોલાવીયા, કીધલા કેડી ઉપાયઃ બાવનાચંદન ચરચીયા, પણ તેહી રે સમાધિ ન થાય. શ્રેણિક -૫ જગમાં કે કેહને નહિ, તે ભણી હું રે અનાથ; વીતરાગના ધર્મ સારીખે, નહિ કેઈ બીજે રે મુક્તિનો સાથ.
શ્રેણિક -૬ જે મુજ વેદના ઉપશમે, તે લેઉ સંયમ ભાર; ઈમ ચિંતવતાં વેદના ગઈ, વ્રત લીધું મેં હર્ષ અપાર. શ્રેણિક -૭ કર જોડી રાજા ગુણ સ્તવે, ધન ધન એહ અણગાર; શ્રેણિક સમકિત પામીયો, વાંદી પહોંચ્યા રે નગર મઝાર.
શ્રેણિક -૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org