________________
૨૩૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
પલંગ તળાઈએ પિઢતેજી, કરે ભૂમિ સંથાર, કનક કાળાં છાંડવાંજી, કાચલીએ વ્યવહાર. રે જાયા -૨૪ મસ્તકે લેચ કરાવવાજી, તું સુકુમાર અપાર; બાવીશ પરિસહ જીતવાજી, કરવા ઉગ્ર વિહાર. રે જાયા -૨૫ પાય અડવાણે ચાલવું, શિયાળે શીત વાય; ચોમાસું વત્સ દોહિલેજી, ઉનાળે લૂ વાય. રે જાયા–૨૬ ગંગા સાયર આદે કરીજી, ઉપમા દેખાડી રે માય; દુક્કર ચારિત્ર દાખી ચુંજી, કાયર પુરૂષને થાય. રે જાયા -૨૭ કુમર ભણે સુણ માવડીજી, સંયમ સુખ ભંડાર ચૌદરાજ નગરી તણાજી, ફેરા ટાળણહાર. હે માવડી –૨૮ અનુમતિ તે આપુંજી, કુણ કરશે તુજ સાર; રોગ જબ આવી લાગશેજી, નહિ ઔષધ ઉપચાર. રે જાયા -૨૯ વનમાં રહે છે મૃગલાંજી, કુણ કરે તેની સાર; વન-મૃગની પેરે વિચરશું, એકલડા નિરધાર. હો માવડી -૩૦ અનુમતિ આપે માવડી, આવ્યા વનહ મેઝાર; પંચ મહાવ્રત આદર્યાજી, પાળે સંયમ ભાર.
મુનિસર, ધન ધન તુમ અવતાર -૩૧ મૃગાપુત્ર કષિ રાજિયેજી, ષટકાયા ગેવાળ; એ સમે નહિ વૈરાગીયેજી, જિણે ટાળે આતમ સાલ.
મુનિ-૩૨ ભણે અધ્યયન ઓગણીશમેજી, મૃગાપુત્ર અધિકાર; તપ જપ કરીયા શુદ્ધ કરી, આરાધી પંચાચાર. મુનિ –૩૩ સંયમ દુક્કર પાળીચું જ, કરી એક માસ સંથાર; કમ ખપાવી કેવળ લહીજી, પહોંચ્યા મુગતિ મેઝાર. મુનિ-૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org