________________
૨૦૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
કેવળજ્ઞાન લહ્યું રાજાએ, ભવ ભવ વૈર ખમાવે; ઝાંઝરીયા ઋષિના ગુણ ગાતાં, પાપ કરમને સમાવે રે. મુ.- ૯ સંવત સત્તર છપન કેરા, આષાઢ સુદ બીજ સહે; સોમવારે સઝાય એ કીધી, સાંભળતાં મન મેહે રે. મુ–૧૦ શ્રી પુનમગચ્છ ગુરૂ બિરાજે, મહિમાપ્રભસૂરિંદા; ભાવરત્ન સુશિષ્ય એમ પભણે, સાંભળજે સહુ વૃદા રે. મુ–૧૧
શ્રી રામવિજયજી વિરચિત. શ્રી મેતારજમુનિની સજઝાય
(૧૪૭) સાંભળજો તમે અદભુત વાતોએ રાગ. ધન ધન મેતારજ મુનિ, જેણે સંયમ લીધો જીવદયાને કારણે, તેણે કેપ ન કીધે. ધન – ૧ મા સ ખ મ ણ ને પાર છે, ગે ચરી એ જાય; સેવનકાર તણે ઘરે, પહેતા મુનિરાય. ધન – ૨ સોવન જવ શ્રેણિકના, ઋષિ પાસે મૂકી; ઘર ભીતર નર તે ગયો, તે વાતને ચૂકી. ધન – ૩ જવ સઘળા પંખી ગળે, મુનિવર તે દેખે; તવ સોની પાછે આવીયે, જવ તિહાં ન દેખે. ધન – ૪ કહે મુનિવર જવ કિહાં ગયા, કહોને કોણે લીધા; . મુનિ ઉત્તર આપે નહીં, તવ ચપેટા દીધા. ધન - ૫ મુનિવર ઉપશમ રસ ભર્યો, પંખી નામ ન ભાસે; કોપ ધરીને સોની ઈમ કહે, જવ છે તમ પાસે. ધન – ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org