________________
ઝાંઝરીયા મુનિની સઝાય
[૨૦૧
ચાચરે ચેવટે ચિહું દિશિ જોતાં, આવતે ઋષિ દીઠે મલપતે ને મોહનગારે, મન શું લાગે મીઠે. વિરૂઈ - ૩ રાજકુમાર કેઈક છે રૂડે, રૂપે અને પમ દીસે; જોબન વય મલપતે જેગીસર, તે દેખી ચિત્ત હીસે. વિરૂઈ - ૪ તવ દાસી ખાસી તેડાવી, લાવો એહને બોલાલી; શેઠાણીનાં વચન સુણીને, દાસી તેડણ આવી. વિરૂઈ - ૫ એણે ઘરે આવોને સાધુજી, વહોરણ કાજે વહેલા; ભેળે ભાવે મુનિવર આવે, શું જાણે મન મેલા. વિરૂઈ – ૬, થાળ ભરી મોદક મીઠાઈ, મુનિવરને કહે વહારો; મેલાં કપડાં ઉતારીને, આછા વાઘા પહેરે. વિરૂઈ - ૭ આ મંદિર માળીયા હાટી, સુંદર સેજ બિછાઈ ચતુર નારી મુજ સાથે મુનિવર, સુખ વિલસો લય લાઈ. વિ – ૮ વિરહ અગ્નિએ કરી હું દાઝી, પરમ સુધારસ નીચે;
પ્યારાં વયણ સુણીને મુનિવર, વાત આઘી મત બચે. વિ – ૯ વિષય વયણ સુણી વનિતાનાં, સમતા રસમાં ડોલે; ચંદનથી પણ શીતલ વાણી, મુનિ અંતરથી ખેલે. વિરૂઈ–૧૦ તું બાળક દીસે છે ભેળી, બોલતાં નવિ લાજે, ઉત્તમ કુળમાં જેહ ઉપન્યા, તેહને એ નવિ છાજે. વિરૂઈ-૧૧ એ આચાર નહીં એમ કુળમાં, કુળ દૂષણ કેમ દીજે; નિજ કુળ આચારે ચાલીજે, તે જગમાં જશ લીજે. વિરૂઈ-૧૨ વાત એ છે જગમાં બે હેટી, જારીને વળી ચોરી, એણે ભવ અપેજસ બહુ પામે, પરભવ દુઃખ અઘોરી. વિરૂ૦-૧૩ શિયળ ચિંતામણિ સરખું ઈડી, વિષયા રસ કેણુ રીઝે; વર્ષાકાળે મંદિર પામી, ઉઘાડો કેણ ભીંજે. વિરૂઈ-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org