________________
૧૮૬]
શ્રી જૈન સઝાય સંગ્રહ
શ્રી વસતા મુનિ વિરચિત
(૧૩૪) કાઉસગ્ગ થકીરે રહનેમિ, રાજુલ નિહાળી, ચિત્તડું ચળીયું, તવ બોલે રાજુલ નાર રે, દેવરીયા મુનિવર દયાનમાં રહેજે; ધ્યાન થકી હોય ભવન પાર રે.
દેવરીયા–૧ ઉત્તમકુળના યાદવકુળને અજુવાળી, લીધો છે સંયમભાર રે, દેવ હું રે વ્રતી રે તું છે સંયમ ધારી, જાશો સર્વે વ્રતહારી રે. દેવ-૨ વિષધર વિષ વમી આપ ન લેવે, કરે પાવક પરિચાર રે; દેવ તુજ રે બાંધવ નેમજીએ મુજને રે વમી, વચ્ચે ન ઘટે તમને
આહાર રે. દેવ૦–૩ નારી આછેરે જગમાં વિષની રે,વેલી,નારી છે અવગુણને ભંડાર દે. નારી મોહે રે મુનિવર જેહ વિગ્રતા, તે નવિ લહે ભવનો પાર રે.
દેવરીયા –૪ નારીનું રૂપ દેખી મુનિને ન રહેવું એ છે આગમમાં અધિકારરે, દે નારી નિઃસંગી તે તે મુનિવર કહીએ, ન કરે ફરી સંસાર રે.
દેવરીયા –૫ એરે સતીનાં મુનિવર વચન સુણીને, પામ્યા તવ પ્રતિબોધરે; દેવ નેમજી ભેટીને ફરી સંયમ લીધે કર્યો છે આતમ શોધ રે દેવધન્ય રે સતી જેણે મુનિપ્રતિબોધ્યા,ધન્ય ધન્ય એ અણગાર રે,દે. એ રે વસતામુનિના વચન સુણીને, ફરી ન કરે સંસાર રે.
દેવરીયા –૭:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org