________________
૧૭૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
શ્રી ભકિતવિજયજી વિરચિત. શ્રી હીરવિજયસૂરિ સક્ઝાય
(૧૨૮) બે કર જોડી વિનવું જ, સારદા લાગુંજી પાય; વાણું આપ નિમળીજી, ગાશું તપગચ્છ રાય.
તે મન મોહ્યું રે હીરજી.-૧ અકબર કાગળ મોકલે, હીરજી વાંચે ને જોય; તુજ મળવા અલજે ઘણે, બીરબલ કરેનેજ જોય. તે૦-૨ અકબર કરે છે વિનતિ, ટોડરમલ લાગેજી પાય; પૂજ્ય ચોમાસું ઈહાં કરે, હોશે ધર્મ સવાય. તે૦-૩ તેજ ઘોડાજી આતે અતિ ઘણ, પાચક સંખ્યા નહિ પાર; મહાજન આવે અતિ ઘણા, થાનસિંહ શાહ ઉદારતે -૪ પહેલું ચોમાસુંજી આગેરે, બીજું લાહેર માહિ; ત્રીજું ચોમાસું ફત્તેપુર, અકબર કરેરે ઉત્સાહિ. તે૦-૫ ડામર સરોવર છોડયાં, છોડ્યાં બંદીનાં બંધ છેડ્યાં પંખીને મૃગલાં, અકબર દે બહુમાન. તે –૬ તપગચ્છનાયક રાજિઓ, શ્રીવિજયસેન સૂરી; તાસ શિષ્ય ભક્તિ ભણે, હેજે મુજ આનંદ. તે-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org