________________
૧૫૦]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
કર જોડી કહે કામિનીજી રે, બંધવ સમે નહીં કોય; કહેતાં વાતજ સોહીલીજી રે, કરતાં દોહીલી હોય. સોટ-૧૩ જા રે જે તે ઈમ કહ્યુંજી રે, તો મેં ઝંડી રે આઠ; પિઉડા મેં હસતાં કહ્યું જી રે, મૂકો છો શા માટ. સોભાવ-૧૪ ઘરણું વચને ધન્ને નીકજી રે, જાણે પંચાયણ સિંહ; જઈ સાળાને સાદજ કર્યોજી રે, ઘેલા ઉઠ અબીહ. સે૦-૧૫ કાળ આહેડી નિત્ય ભમેજી રે, પૂઠે મ જોઈશ વાટ; નારી બંધન દેરડીજી રે, તેડી લે શુભ વાટ. ભાગી૧૬ જિમ ધીવર તિમ માછલજી રે, ધીવરે નાંખી રે જાળ; પુરુષ પડે જિમ માછલે જી રે, તિમહી અચિત્યે કાળ. સેટ-૧૭
બનભર બેહુ નીસર્યાજી રે, પહોંચ્યા વિરજીની પાસ; દીક્ષા લીધી અડીજી રે, પાળે મન ઉલ્લાસ. સોભાગી–૧૮ માસખમણુને પારણે જી રે, પૂછે શ્રી જિનરાજ; અમને શુદ્ધજ ગોચરીજી રે, લાભ દેશે કુણ આજ, સો૦-૧૯ માતા હાથે પારણુંજી રે, થાશે તમને રે આજ; વીર વચન નિશ્ચય કરીજી રે, સામી મળી તેણિ વાર. સવ-૨૦ ઘર આવ્યા નવિ ઓળખ્યાજી રે, ફરીયા નગરી મેઝાર; મારગ જાતાં મહીયારડીજીરે, સામી મળી તેણિ વાર. સો૦-૨૧ મુનિ દેખી મન ઉલ્લમ્યુંજી રે, વિકસિત થઈ તસ દેહ; મસ્તક ગોરસ સૂઝતોજી રે, પડિલા ધરી નેહ. સો૦-૨૨ મુનિવર વહોરી ચાલીયાજી રે, શ્રીજિન પાસે રે આય; મુનિ સંશય જઈ પુછીયેજી રે, દાન ન દીધું માય. સવ-૨૩ વીર કહે તમે સાંભળજી રે, ગેરસ વહો રે જેહ, મારગ મળી મહીયારડીજી રે, પૂર્વ જન્મ માય એહ. સો-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org