SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્નાશાલિભદ્રની સજઝાય [૧૪૭ હંસ વિના શાં સરવરિયાં, પિયુ વિનાં શાં મંદિરીયાં; મેહ વશ થકાંજી, ઉચાટ એમ કરે ઘણેજી.-૩૦ સર્વ નીર અમૂલ્યજી, વાટકડે તેલ કુલેલજી; શાહ ધનેજી, શરીર સમારણ માંડીએજી.-૩૧ ધન્ના ઘેર સુભદ્રા નારીજી, બેઠા મહેલ મેઝારીજી; શરીર સમારતાંજી, એકજ આંસું ખેરીયું જી.-૩૨ ગોભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તેરી માવડી; સુણ સુંદરીજી, તે કેમ આંસું બેરીયુંજી.-૩૩ શાલિભદ્રની બેનડી, બત્રીશ ભોજાઈની નણદડલી; તે તાહરેજી, શા માટે રેવું પડે.-૩૪ જગમાં એક જ ભાઈ માહરે, સંયમ લેવા મન કરે; નારી એક એકજી, દિન દિન પ્રત્યે પરહરેજી.-૩૫ એ તો મિત્ર કાયરૂ, શું લે સંયમ ભાયરું; જીભલડીજી, મુખ માથાની જુદી જાણવીજી-૩૬ કહેવું તે ઘણું હતું, પણ કરવું અતિ દેહલું; સુણે સ્વામીજી, એહવી અદ્ધિ કુણ પરીહરેજી.-૩૭ કહેવું તો ઘણું હતું, પણ કરવું અતિ દેહલું; સુણ સુંદરીજી, આજથી ત્યાગી તુજનેજી.-૩૮ હું તો હસતી મલકીને, તમે કિયે તમાસે હલકીને, સુણો સ્વામીજી, અબ તે ચિંતા નવિ ધરૂજી-૩૯ ચોટી અંબોડો વાળીને, શાહ ધને ઉઠયા ચાલીને, કાંઈ આવ્યાજી, શાલિભદ્રને મંદિરેજી.-૪૦ ઉઠે મિત્ર કાયરૂ, સંયમ લઈએ ભાયરૂ; આપણ દેય જણાજી, સંયમ શુદ્ધ આરાધીયેજી.-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy