SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુસ્વામીની સજઝાય [૧૨૧ . . સંવત અઢાર તેરોત્તરે, રહ્યા પાટણ ચોમાસ રે; ચરમ કેવળીને ગાવતાં, હોયે લીલ વિલાસ રે. નમો. ૮ મહિમાસાગર ગુરૂ, તાસ તણે સુપસાય રે, જંબુસ્વામી ગુણ ગાઈયા, ભાગ્યે ધરીય ઉત્સાહ રે. ન. ૯ શ્રી હેતવિજયજીકૃત શ્રી જંબુસ્વામીની સઝાય (૧૪). રાજગૃહી નગરી વસે, ઋષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબુકુમર નમું, બાળપણે બ્રહ્મચારી રે. ૧ જંબુ કહે જનની સુણે, સ્વામી સુધર્મા આવ્યા રે; દિક્ષા લેશું તે કને, અનુમતિ દ્યો મોરી માયા છે. જંબુ, ૨ માતા કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે; તરૂણ પણે તરૂણી વરી, છાંડી કેમ છુટી જે રે. માતા. ૩ આગે અણિક મુનિવરા, ફરી પાછા ઘર આવ્યા રે; - નાટકણ નેહે કરી, આષાઢાભૂતિ ભોળાયા રે. માતા. ૪ વેશ્યા વશ પડીઆ પછી, નદિષેણુ નગીને રે; આદ્ર દેશનો પાટવી, આદ્રકુમાર કાંકીને રે. માતા ૦ ૫ સહસ વરસ સંજમ લીઓ, તોયે પાર ન પાયા રે, પૂરવને કરમે કરી, પછી ઘણું પસ્તાયા છે. માતા૬ મુનિવર રહનેમિ, નેમિ જિનેસર ભાઈ રે; રાજિમતી દેખી કરી, વિષય તણી મતિ આઈરે. માતા. ૭ દીક્ષા છે વત્સ દોહીલી, પાળવી ખાંડાની ધાર રે; સરસ નિરસ અન જિમવું, ડાભ સંથારે સૂવું રે. માતા. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy