________________
શ્રી ઈલાચીકુમારની સઝાય
[૧૦૧
શ્રી લબ્ધિવિજયજી કૃત શ્રી ઈલાચીકુમારની સક્ઝાય
(૯૨) નામ ઇલાપુત્ર જાણીએ, ધનદ શેઠને પુત્ર; નટવી દેખીને મેહી, નવિ રાખ્યું ઘર સૂત્ર.
કરમ ન છૂટે રે પ્રાણીયા- ૧ કરમ ન છૂટે રે પ્રાણીયા, પૂરવ નેહ વિકાર; નિજ કૂળ છંડી રે નટ થયે, ન આણું શરમ લગાર. કરમ - ૨ માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈ એ રે જાત; પુત્ર પરણાવું રે પદમણી, સુખ વિલ દિન રાત. કરમ – ૩ કહેણ ન માન્યું કે તાતનું, પૂરવ કમ વશેક; નટ થઈ શીખે રે નાચવા, ન મિટે લખીયારે લેખ. કરમ – ૪ એક પુર આવ્યો રે નાચવા, ઉચે વાંસ વિશેષ; તિહાં રાય જેવા રે આવીયે, મળીઓ લેક અનેક, કરમ - ૫ દેય પગ પહેરી રે પાવડી, વાંસ ચડ્યા ગજ ગેલ; નિરાધાર ઉપર નાચતો, ખેલે નવ નવા ખેલ. કરમ – ૬ ઢેલ બજાવે રે નટવી, ગાવે કિન્નર સાદ; પાય તલ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર નાદ. કરમ - ૭ નટવી રંભા રે સારીખી, નયણે દેખી રે જામ; જે અંતેઉરમાં એ રહે, જનમ સફળ મુજ તામ. કરમ – ૮ ઈમ તિહાં ચિંતે રે ભૂપતિ, લુબા નટવીની સાથ; જે નટ પડે રે નાચતે, તે નટવી મુજ હાથ. કરમ - ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org