________________
૯૪ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
• ઢાળ પાંચમી
મોહન મુદરી લે ગયે.—એ રાગ. મનહર રૂપ નારી તણું, દીઠાં વાધઈ વિકાર; વાગુર કાંમી મૃગ ભણું છે, પાશ રો કિરતાર.-૧ સુગુણ રેનારી રૂપ ન જોઈએ, જોઈએ નહીં ધરી રાગ,
સુગુણ –આંકણું. -નારી રૂપઈ દીવડે, કામી પુરૂષ પતંગ; ઝંખઈ સુખનઈ કારણે હે, દાઝઈ અંગ સુરંગ. સુગુણ૨ મન ગમતી રમણ હોયઈ, ઉર કુચ વદન સુરંગ; નર હર ભેગી ડસ્યા હો, જોવંતા વ્રતને ભંગ. સુગુણ-૩ - કામણગારી કામિની રે, જિત સયલ સંસાર; આખી અણકે ન રહ્યો હો, સુરનર ગયા સહુ હારી.
સુગુણ-૪ હાથ પાવ છેદ્યા હુવઈ, કાન નાક વિણ જેહ, તેપિ સો વરસ તણું હે, બ્રહ્મચારી તજે તેહ. સુગુણ-૫ રૂપઈ રંભા સારીખી, મીઠા બોલી નાર; તે કિમ જોવઈ એવી હે, ભર યોવન વ્રત ઘાર.
સુગુણ-૬ અબલા ઈદ્રી જોવતાં, મન થાયે વશ કેમ? રાજિમતિ દેખી કરી છે, તુરત ડગે રહનેમ.
સુગુણ૦–૭ રૂપ કૃપ દેખી કરી, માંહિ પડે કામાંધ; મૂરખ મન જાણઈ નહીં કે, કહઈ જિનહર્ષ પ્રબંધ.
સુગુણ૦-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org