________________
૯૦ ]
શ્રી જૈન સક્ઝાય સંગ્રહ
જૈન શાસન વન અતિ ભલે, નંદનવન અનુહાર રે; જિનવર વનપાલક તિહાં, કરૂણારસ ભંડાર રે. શીયલ૦-૨ મન થાણે તરૂ રોપીઓ, બીજ ભાવના બંભ રે; સરધા સારણ તિહાં વહે, વિમલ વિવેક તે અંભ રે. શ૦-૩ મુલ સુદઢ સમકિત ભલો, બંધે નવતત્ત્વ દાખી રે; શાખા મહાવ્રત તેહની, અણુવ્રત લધુ શાખી રે. શીયલ૦-૪ શ્રાવક સાધુ તણા ઘણા, ગુણગણ પત્ર અનેક રે; મહોર કરમ શુભ બંધને, પરિમલ ગુણ અનેક રે. શીયલ૦-૫ ઉત્તમ સુર સુખ ફૂલડાં, શિવ સુખ તે ફલ જાણે રે; જતન કરી વૃક્ષ રાખ, હીયડે અતિ ઘણે રંગ રે. શીયલ૦-૬ ઉત્તરાધ્યયને સલમેં, બંસમાહી ઠાંણ રે; કીધી તિણે તરૂ પાખતી, એ નવ વાડ સુજાણ રે. શીયલ –
હવે પ્રાણી જાણ કરી, રાખ પ્રથમ એ વાડ; જો એ ભાજી પેસસી, પ્રમદા કેરી ધાડ. -૧ જે હડને હડ ખલકતી, પ્રમદા ગય મહંત; શીયલ વૃક્ષ ઉપાડશી, વાડી વિતાડી તુરત્ત. -૨
ઢાલ બીજી
(૮૨)
નારદની દેશી ભાવ ધરી નિત પાલી, ગિરૂઓ બ્રહાવ્રત સાર હો; ભવિયણ. જેણથી શિવ સુખ પામીઇ, સુંદર તનુ શિણગાર હો. ભવિયણ–૧ સ્ત્રી પશુ પંડગ જિહાં વસે, તિહાં રહે નહીં વાસ હો;
ભવિયણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org