________________
૭૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
તાળી પાંચમી
ધન ધન ધન્ને ઋષિસર તપસી, ગુણ તણે ભંડાર નામ લેવંતા પાપ પાસે, લહીએ ભવને પારજી. ધન–૧ તપીયાને જવ અણસણ સીઘું, ડાંડે ઉપકરણને લેઈજી; સાધુ આવીને જિનજીને વંદે, ત્રણ્ય પ્રદક્ષિણા દેઈજી. ધન-૨ પ્રભુજી શિષ્ય તુમારે તપસી, જે ધને અણગારજી; હમણાં કાળ કિયે તિણ મુનિવરે, અમે આવ્યા ઈણ વારજી.
ધન-૩ સાંભળી વૃદ્ધ વજીર પ્રભુના, શ્રી ગોતમ ગણધારજી; પૂછે પ્રશ્ન પ્રભુને વાંદી, કર જોડી તિણ વારજી. ધન -૪ કહે પ્રભુજી ધનને ઋષિ તપસી, તે ચારિત્ર નવ માસજી; પાળીને તે કિણ ગતિ પહે, તેહ પ્રકાશે ઉલ્લાસજી. ધન -૫ સુણ ગાતમ શ્રી વીર પર્યાપે, જિહાં ગતિ થિતિ શ્રીકારજી; સર્વાર્થસિદ્ધ નામ વિમાને, પામ્ય સુર અવતારજી. ધન ૦–૬ આયુ સાગર તેત્રીશનું પાળી, ચવી વિદેહે ઉપજશેજી; આર્યકુળે અવતરીને કેવળ, પામી સિદ્ધ નિપજશે. ધન-૭ એહવા સાધુ તણે પગ વંદી, કરીએ જન્મ પ્રમાણજી; જીહા સફળ હવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણજી. ધન-૮ રહી ચોમાસુ સત્તર એકવીશે, ખંભાત ગામ મેઝાર; શ્રાવણ વદી તિથિ બીજ તણે દિન, ભૃગુનંદન ભલે વારજી.
ધન –૯ મુજ ગુરૂ શ્રી માણેકસાગર, પામી તાસ પસાય; ઈમ અણુગાર ધનાના, જ્ઞાનસાગર ગુણ ગાયજી. ધન-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org