________________
૪૮]
૧૧૫૧ સ્તવન મંજુલા
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૩૦) તારક રૂષભ જિનેસર તું મિલ્ય, પ્રત્યક્ષ પોત સમાન હો; તારક તુજને જે અવલંબીયા, તેણે લહ્યું ઉત્તમ સ્થાન છે.
તારક રૂષભ જિનેસર તું મિલ્ય. ૧ તારક તુજ વંદન પૂજન કરી, પવિત્ર કરૂં નિજ દેહ હે; તારક તુજ ગુણ સ્તવના સ્તવી, જીહાર કરૂં અમૃત લેહ હો.
તારક. ૨ તારક ગુણ અનંતા તાહરા, કુણ કહી લહશે પાર ; તારક કેવળી કેડિ મિલે કદા, જાણે ન કહે નિરધાર છે.
તારક. ૩ તારક ગણધર મુનિવરે સ્ત, સ્તવયે દેવની કેડ હે, તારક તો પણ હું તુજને સ્તવું, ભકિત કરૂં તસ હેડ હો.
તારક. ૪ તારક મરૂદેવિ માતાને નમું, રત્નકુક્ષિ ધરનાર હો; તારક નાભિરાયા કુલ ચંદ, સકલ જતુ આધાર છે. તારક. ૫ તારક સુમંગલા સુનંદા તણો, પ્રીતમ પ્રભુ વિખ્યાત છે; તારક શ્રી પુંડરિક ગણધર તણે, પિતામહ ગુરૂ જગતાત છે.
તારક ૬ તારક તુજ નામે રિદ્ધિ સંપજે, વાધે કીર્તિ અપાર છે; તારક શિવલછી સહજે મળે, સફળ થાયે અવતાર છે.
તારક. ૭
૧ વહાણ ૨ જીભ. ૩ સરખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org