________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૮૫
શ્રી ભાણુવિજયજી કૃત
૯૧૮) હરે મુજ પ્રાણાધાર તું મુનિસુવ્રત જિનરાય જે, મળીઓ હેજે હળીઓ પ્રીત પ્રસંગથી રે ; હાંરે મુજ સુંદર લાગી માયા તાહરી જોર જે, અલગ રે ન રહું હું પ્રભુ તુજ સંગથી રે લો. હાંરે માનુ અમીય કચેલાં હજાળાં તુમ નેન જે, મનહર રે હસિત વદન પ્રભુ તાહરૂં રે ; હારે કોઈની નહિ તીન ભુવનમાં તુમ સમ મૂરતિ જો, એવી સુરતી દેખી ઉલસ્યું મન મારું રે લે. ૨ હારે પ્રભુ અંતર પડદે બોલી કીજે વાત જે, હેજ હીઆથી આણી મુજને બોલાવીએ રે લે; હાંરે પ્રભુ નયણ સલુણે સન્મુખ જોઈ એકવાર જે, સેવકના ચિત્તમાંહિ આણંદ ઉપજાવીએ રે . હાંરે પ્રભુ કરૂણાસાગર દીનદયાળ કૃપાળ જે, મહેર ધરી મુજ ઉપર પ્રીત ધરી હીયે રે લે; હાંરે પ્રભુ નિજ બાલક પરે મુજ લેખવજે જિણજે, પ્રીત સુરંગી અવિહડ મુજ શું નિવાહીએ રે લે. ૪ હાંરે પ્રભુ બાંહ ગ્રહ્યાની લાજ છે તુજને સ્વામી જે, ચરણ સેવા મુજને દેજે હેતે હસી રે લે; હાંરે પ્રભુ પંડિત પ્રેમવિજય નો કવિ એમ ભાણ જે, પભણે રે જિન મૂરતિ મુજ દિલમાં વસી રે લો. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org