________________
શ્રી અરનાથ જિન સ્તવન
[ ૬૦૭
જે કારણ તે કાર્ય, થાર્યો પૂર્ણ પદેરી; ઉપાદાન તે હેતુ, માટી ઘટ જેમ વદેરી. ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાય; ન હવે કાર્ય રૂપ, કત્તને વ્યવસાયે. કારણે તેહ નિમિત્ત, ચકાદિક ઘટ ભાવે; કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. વસ્તુ અભેદ સરૂપ, કાર્યપણું ન ચહેરી; તે અસાધારણ હેતુ, કુસૈસ્યાસ લહેરી. જેહને ન વિવહાર, ભિન્ન નિયત બહુ ભાવી; ભૂમિ કાળ આકાશ, ઘટ કારણ સદુભાવી. એહ અપેક્ષા હેતુ, આગમમાંહી કોરી; કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી. કર્તા આતમ દ્રવ્ય, કારય સિદ્ધ પણેરી; નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણતરી. યોગ સમાધિ વિધાન, અસાધારણતેહ વધેરી; વિધિ આચરણ ભક્તિ,જિણે નિજ કાર્ય સદેરી. નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણે; નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહની લેખે આણે. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ આલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણું. પુષ્ટ હેતુ અરનાથ, તેહના ગુણથી હીલીયે, રીઝ ભક્તિ બહુમાન, ભેગ ધ્યાનથી મીલીયે.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org