________________
૪૪૮].
૧૧૫૧ સ્તવન મનુષા
મહિર કરી જે વંછિત દીજે, સેવક ચિત્ત ધરજે રે; સુણ૦ સેવા જાણ શિવસુખ પાણી, ભક્તિ સહિનાણી દીજે. સુણ૦ ૨ કામકુંભને સુરતરૂથી પણ, પ્રભુ ભક્તિ મુજ પ્યારી રે; સુણ૦ જેઓએ ખિણ એક લગી સેવી, શિવસુખની દાતારી રે. સુણ૦ ૩ ભગતિ સુવાસના વાસે વાસિત, જે હાયે ભવિ પ્રાણ રે; સુણ૦ જીવન મુક્ત ચિદાનંદ રૂપી, તે કહિયે શુદ્ધ નાણી રે. સુણ૦ ૪ પ્રભુ તુમ ભક્તિ તણી અતિ મેટી, શક્તિ એ જગમાં વ્યાપે રે; એકવાર પણ ભાવે સેવી, ચિદાનંદ પદ આપે છે. સુણ- ૫ પૂરણ પૂરવ પુણ્ય પસાયે, જે તુમ્હ ભગતિ મેં પામી રે; સુણo તે હું દુત્તર એ ભવ દરિયે, તરીઓ સહજે સ્વામિ રે સુણ૦૬ સાહિબ સેવક જાણું સાચે નેક સુનજરે જો જે રે, સુણ૦ નયવિજય કહે ભવભવ જિનજી, તુ ભગતિ મુજ હજોરે. ૭
શ્રી હંસરત્નજી કૃત
પ૯૨) વિમલ જિણેસર વાલહે, આતમથી અતિ પ્યારે રે; મુજ મન લાગ્યું તે શું, પણ તે થઈ રહ્યો ત્યારે રે. વિમલ૦ ૧ દરશન તેહનું દેખવા, રાત દિવસ હું રસિયે રે; પણ તે નિસનેહી થયે, શિવપુરમાં જઈ વસિયે રે. વિમલ૦ ૨ ચંદ ચકેર તણ પરે, ચુપ ધરીને ચાહું રે; મિલવા મનમેળું ભણું, આઠે પહોર ઉમાહું રે. વિમલ૦ ૩ એક ઘડી અરધી ઘડી, જે એકાંત લહીજે રે; અંતરજામી આગળે, તે મન વાત કહીજે રે. વિમલ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org