________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
[ રહ૭
ચંદ્ર લંછન જિનની ચાકરી રે, હિતી પ્રેમ પ્રમાણ; સ્વામી કાંતિવિજય વંદતાં રે, વાગ્યાં ગુહિર નિસાન. સ્વામી ૫
શ્રી રામવિજયજી કૃત
જિનજી ચંદ્રપ્રભુ અવધારે કે, નાથ નિહાળજે રે લે, બમણું બિરૂદ ગરીબ નિવાજ કે, વાચા પાળજો રે ; હરખે હું તુમ શરણે આવ્યું કે, મુજને રાખજો રે લે, ચોરટા ચ્યાર ચુગલ જે ભુંડા કે, તેહ દુરે નાખજો રે લે. ૧ પ્રભુજી પાંચ તણી પરસંસા કે, રૂડી થાપજે રે , મેહન મહેર કરીને દરશણ, મુજને આપજે રે લે; તારક તુજ પાલવ મેં ઝાલ્યો કે, હવે મુને તારજો રે લે, કૂતરી કુમતિ થઈ છે કેડે કે, તેહને વારજે રે લે. ૨ સુંદરી સુમતિ સહાગણ સારી કે, પ્યારી છે ઘણી રે લે, તાતજી તે વિષ્ણુ ચિદ ભુવન, કર્યું આંગણું રે લે; લખ ગુણ લખમણું રાણીઍ જાય કે, મુજ મન આવો રે લે, અનુભવ અનોપમ અમૃત મીઠે કે, મુખડી લાવજો રે લે. ૩ દીપતી દેઢ ધનુષ પ્રમાણુ કેપ્રભુજીની દેહડી રે લે, દેવની દશ પૂરવ લખ માને કે, આઉખું વેલડી રે લે નિરગુણ નિરાગી પણ હું રાગી કે, મન માહે રહો રે લે, શુભ ગુરૂ સુમતિવિજે સુરસાયકે, રામે સુખ લહ્યો રે લે. ૪
૧ પૂછે. ૨ સૈભાગ્યવંતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org