________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
| ૨૩૭
કાંઈ ઈસડાન કાંઈ ઇસડાને સાહિબિયા પૂરે પૂર્વે પાયને છે, સમરથ સાંમી સુપાસ રહિઈ થઈ ખવાસ એહી શિવસુખ વાસ લચ્છી લીલવિલાસ સહીયાનું સ્યાબાસ ઈણ પરિ ઉજમું હે કાંઈ છિન છિન પલ પલ સફલ ઘરી કરિ ઋષભ ગુણ ગાયન હે પ
શ્રી આનંદઘનજી કૃત
(૨૧) શ્રી સુપાસ જિન વંદિયે, સુખ સંપત્તિને હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુ લલના. શ્રી. ૧ સાત મહાભય ટાલતો, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારે જિનપદ સેવ લલના. શ્રી. ૨ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહા તિર્થકરૂ, જ્યોતિ સરૂપ અસમાન લલના. શ્રી. ૩ અલખ નિરંજન વચ્છલ, સકલ જતુ વિશરામ લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. શ્રી. ૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય રોગ લલના; નિદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત યોગ લલના. શ્રી. ૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના; પરમ પદારથ પરમિષ્ટિ, પરમદેવ પરમાન લલના. શ્રી. ૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ લલના; અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના. શ્રી. ૭
૧ ઘડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org